Tapi mitra news:કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૦૯/૦૬/૨૦૨૦ ના રોજ ૭૧ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૧૬, જલાલપોર- ૧૭, ગણદેવી- ૧૦, ચીખલી- ૧૦, ખેરગામ-૦૫ વાંસદા- ૦૯, અન્ય જિલ્લાના ૦૪ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૩૬૨૫ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૩૫૨૧ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં પાંચમા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૯,૯૫,૪૮૯ વસ્તીને આવરી લેવામાં આવી છે. પોઝીટીવ દર્દીઓ પૈકી મુંબઇ-૧૨, અમદાવાદ-૦૧, સુરત-૦૬, વલસાડ(ડુંગરી)-૦૧, ઓખા-૦૧ થી સંક્રમિત થયેલા છે. નવસારી જિલ્લામાં આજદિન સુધી કુલ-૩૩ કોરોનો પોઝીટીવ દર્દીઓ છે પૈકી ૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાં તેમજ ૦૧ દર્દીનું મૃત્યું થયું છે. હાલમાં, નેહરૂ નગર-શહીદ ચોક, મેહુલ પાર્ક સોસાયટી, માસા મેવાસા, પોલીસ લાઇન જુનાથાણા, ભાટ- નેશનલ ફળિયા, પટવાશેરી જૈન દેરાસર, શિવગંગા સોસાયટી, જલાલપોર, સમીર ગાર્ડન ઇટાળવા, શ્રીજી ઍપાર્ટમેન્ટ, જુનાથાણા, નવસારી, નવસારી શહેરી વિસ્તારમાં વિરભદ્ર કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ, ઠાકોરવાડી વિસ્તાર, અમરદીપ સોસાયટી વિજલપોર, કાંટસવેલ, વાંદરવેલા, કુકેરી, સરૈયા, બોરસી માછીવાડ તથા મોહનપુર વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ છે. નવસારી સિવિલ હોસ્પિટલ-૦૫, યશફીન હોસ્પિટલ-૦૨, વાપી જનસેવા કોવિડ હોસ્પિટલ-૦૧, ટ્રીસ્ટાર હોસ્પિટલ સુરત-૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ નવસારી જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500