Tapi mitra news:કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.૮ જુન સુધી નવસારી જિલ્લા પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી કલમ ૧૮૮ આઇપીસી કલમ ૧૩૫ ગુજરાત પોલીસ ઍકટ ૧૯૫૧ હેઠળ આજદિન સુધી ૧૧૭૦૬ સામે ઍફ.આઇ.આર. તેમજ ૧૩૧૫૯ ની અટકાયત કરવામાં આવી છે તા.૮ જુનના રોજ જિલ્લામાં ૧૫ વાહનો ડીટેઇન કરાયા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ.૧૫૫૦૦/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application