Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા ના આંગણવાડીના ૧૬૫૦૯ બાળકોને સુખડી વિતરણ

  • June 07, 2020 

Tapi mitra News;કોરોના વાઇરસ કોવિડ ૧૯ સામે પ્રતિકાર માટે સાવધાનીના ભાગરૂપે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ માઇક્રો પ્લાનિંગ સાથે તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. આંગણવાડીના નાના ભુલકાઓ ભવિષ્યના ભારતના નાગરિકો છે. જેઓ તંદુરસ્ત બની રહે તે માટે કોરોના વાઇરસથી બચાવવા આંગણવાડી બંધ રાખીને તમામ બાળકોને સરકારશ્રી દ્વારા પોતાના ઘરે જ મે મહિનાના અંત સુધી બાલશક્તિ ટેક હોમ રાશન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતિ ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે  સરકાર હજુ એક કદમ આગળ વધીને તમામ બાળકોને ફ્રેશ ખોરાક મળી રહે તે માટે ગરમા ગરમ સુખડી બનાવીને તેમના ઘરે જ પહોંચાડવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.જિલ્લાની તમામ આંગણવાડીના કેન્દ્રોના ૩ થી ૬ વર્ષના ૧૬,૫૦૯ બાળકોને આંગણવાડીમાં ઉપલબ્ધ અનાજ અને તેલના જથ્થાનો ઉપયોગ કરી અઠવાડિયામાં એકવાર સુખડી તૈયાર કરી બાળક દીઠ આપવાની રહેશે. જૂન માસ સુધી તેમજ જ્યાં સુધી આંગણવાડી કેન્દ્રો બંધ રાખવાની પરિસ્થિતિ ઉભી થાય ત્યાં સુધી આ પ્રકારનું આયોજન છે. આહવા અને વઘઇ સી.ડી.પી.ઓ.જિગ્નાસા ચૌધરી અને સુબીર તાલુકામાં ભાનુબેન પટેલ આંગણવાડી કેન્દ્રો ઉપરથી પૂરક પોષણના ધોરણો જળવાઇ રહે તે માટે વ્યવસ્થા સંભાળી રહયા છે.આંગવાડી કાર્યકર, તેડાગર બહેનો ડાંગ જિલ્લામાં સફળતાપૂર્વક કામગીરી બજાવી રહયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application