GST અધિકારીઓએ નકલી રજિસ્ટ્રેશન વિરુદ્ધના અભિયાન હેઠળ ડિસેમ્બર, 2023 સુધી આઠ મહિનાઓમાં 44,015 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી)નાં દાવાઓમાં સામેલ 29,273 નકલી કંપનીઓે શોધી કાઢી છે. આનાથી સરકારની 4646 કરોડ રૂપિયાની આવક બચાવવામાં મદદ મળશે તેમ સરકારે એક નિવેદનમાં જણાવ્યું છે. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબર-ડિસેમ્બર કવાર્ટરમાં 4153 નકલી કંપનીઓ શોધી કાઢવામાં આવી છે.
આ કંપનીઓ 12036 કરોડ રૂપિયાની આઇટીસી ચોરીમાં સામેલ હતી. આ કંપનીઓ પૈકી સેન્ટ્રલ જીએસટી સત્તાવાળાઓએ 2358 નકલી કંપનીઓ શોધી કાઢી હતી. જે પૈકી સૌથી વધુ 926 નકલી કંપનીઓ મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં 507, દિલ્હીમાં 483 અને હરિયાણામાં 424 કંપનીઆ પકડાઇ હતી. નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના કવાર્ટરમાં ચલાવવામાં આવેલા અભિયાનમાં 1317 કરોડ રૂપિયાની આવક બચાવવામાં મદદ મળી હતી. જે પૈકી 319 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યા હતાં જ્યારે 997 કરોડ રૂપિયા આઇટીસી બ્લોક કરીને સુરક્ષિત કરી લેવામાં આવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500