Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્યામાં ઓલિમ્પિક ની તૈયારી કરતો ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત ૬ જૂને ભારત પરત..

  • June 07, 2020 

Tapi mitra news:કોરોના વાઇરસ કોવિડ ૧૯ ના કારણે સમગ્ર વિશ્વ પરેશાન બની ગયું છે. દેશ-વિદેશમાં વસેલા લોકો પોતાના વતન પહોંચવા આતુર હોય છે. આ તમામ લોકો જ્યારે કેવા કેવા સંજોગોમાં હેમખેમ પોતાના વતનમાં આવી પહોંચે છે ત્યારે તેઓની સફળતા નિહાળી ગર્વની લાગણી અનુભવી શકાય છે. આંતરરાષ્ટ્રિય દોડવીર એવા ડાંગ એક્ષપ્રેસ મુરલી ગાવિત ને સૌ કોઇ જાણે છે. સમગ્ર ભારત દેશ,ગુજરાત રાજ્ય અને ડાંગ જિલ્લાનું ગૌરવ એવા આ પનોતા પૂત્ર આપણાં ભારત દેશને મેરેથોન દોડમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અપાવવાના ધ્યેય સાથે કેન્યામાં ઘનીષ્ઠ તાલીમ લઇ રહયો હતો. આ તાલીમ દરમિયાન સમગ્ર વિશ્વ કોરોના વાઇરસ ના કારણે પ્રભાવિત થતા થંભી ગયું છે. ત્યારે આવા કપરા સમયમાં આપણા વતનની યાદ અચૂક આવી જાય અને ભયના માહોલ વચ્ચે પણ વતનની વાટ પકડવા મન અધીરૂ બની જાય છે. આજરોજ ટેલીફોનિક સંપર્ક થતા મુરલી ગાવિતે માહિતી આપી હતી કે ૫ જૂને મારી નૈરોબી થી મુંબઇની ફલાઇટ હતી અને ૬ જૂને હું મુંબઇ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. ત્યારબાદ વલસાડ જિલ્લામાં હું સરકારી વ્યવસ્થામાં કવોરન્ટાઇન હેઠળ છું. સાત દિવસ પૂર્ણ થતા હું નિયમાનુસાર મારા કુટુંબીજનોને મળીશ. કેન્યાથી નૈરોબી સુધીની યાત્રાની રસપ્રદ કહાની વર્ણવતા મુરલીએ જણાવ્યું હતું કે સૌપ્રથમ તો ભારત આવનાર વ્યક્તિઓના લીસ્ટમાં મારૂ નામ જ ન હતું. ત્યારે મારી મદદે સ્પોર્ટ મીનીસ્ટર,ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર,સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા,તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સહિત મીડિયાના મિત્રોના સંપૂર્ણ્ સહયોગ,ભલામણ અને જહેમતભર્યા પ્રયાસને કારણે આજે હું મારા દેશમાં વતન નજીક સહીસલામત રીતે આવી પહોંચ્યો છું. સાથે સાથે નડિયાદના મારા સિનિયર કોચ ડો.મનસુખભાઇએ પણ ખુબ મદદ કરી હતી. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર સહિત કલેકટરશ્રી એન.કે.ડામોર પણ વતન આવનારા લીસ્ટમાં મારૂ નામ સમાવેશ થાય તે માટે સતત પ્રયાસ કરતા હતા.નૈરોબીમાં રહેતા બીલીમોરાના અમીનભાઇએ મને તેમના ઘરે રહેવાની સગવડ કરી આપી હતી. મારા વતન આવવાના પ્રયાસને સફળ બનાવનારા તમામનો હું ઋણી છું. કેન્યા ખાતે હું ઓલિમ્પિક મેરેથોન માટે કવોલીફાઇડ થવા તાલીમ લઇ રહયો હતો. સાથે યુરોપની ઈન્ટરનેશનલ કોમ્પીટીશન માટે પણ તૈયારી કરી રહયો હતો. ઉલ્લેખનિય છે કે મુરલી ગાવિત ૧૦,૦૦૦ મીટર ની મેરેથોનમાં સમગ્ર ભારતમાં પ્રથમ નંબરે છે. High light-સરકારશ્રી, ડાંગ વહીવટી તંત્ર તેમજ મીડિયાના સહયોગ અને જહેમતભર્યા પ્રયાસથી વતન આવી શક્યો છું.- ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application