Tapi mitra news:કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૦૩/૦૬/૨૦૨૦ ના રોજ ૬૨ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૯, જલાલપોર- ૧૫, ગણદેવી- ૧૨, ચીખલી- ૦૯, ખેરગામ-૦૫ વાંસદા- ૧૧, અન્ય રાજય/જિલ્લાના ૦૧ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૩૧૯૫ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૩૧૦૬ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે.
જિલ્લામાં પાંચમા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૩,૩૭,૫૯૬ વસ્તીને આવરી લેવામાં આવી છે.આજરોજ નવસારી જિલ્લામાં ઍક કોરોનો પોઝીટીવ દર્દીનું મૃત્યું થયું છે. તેમજ જિલ્લામાં બે નવા કેસ નોîધાયાં છે તથા ઍક દર્દીને રજા આપવામાં આવી છે. હાલમાં,પટવાશેરી જૈન દેરાસર,શિવગંગા સોસાયટી,જલાલપોર,સમીર ગાર્ડન ઇટાળવા,શ્રીજી ઍપાર્ટમેન્ટ,જુનાથાણા,નવસારી, નવસારી શહેરી વિસ્તારમાં વિરભદ્ર કોમ્પલેક્ષ, સ્ટેશન રોડ,ઠાકોરવાડી વિસ્તાર, અમરદીપ સોસાયટી વિજલપોર,કાંટસવેલ, કડોલી,વાંદરવેલા,કુકેરી, સરૈયા,બોરસી માછીવાડ તથા મોહનપુર ઍમ કુલ-૧૪ વિસ્તારો કન્ટેઇનમેન્ટ હેઠળ છે.નવસારી જિલ્લામાં નોંધાયેલા ૨૮ દર્દીઓ પૈકી ૧૩ દર્દીઅોને રજા આપી દેવામાં આવી છે. ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. અને ૦૧ દર્દીનું આજરોજ મૃત્યુ થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500