Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં  "હુ પણ કોરોના વોરીયર" અભિયાનને વ્યાપક પ્રતિસાદ

  • May 28, 2020 

Tapi mitra News;રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પ્રેરિત  હુ પણ કોરોના વોરીયર અભિયાનને નવસારી જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ સાંપડયો  છે. જિલ્લામાં આ અભિયાનને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નેજા હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના યુવાનો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સામે વ્યાપક  જન જાગૃતિ ઊભી કરવા સાથે કોરોના સંક્રમણને અટકાવવા માટે ગ્રામજનોને પ્રશિક્ષિત કરી રહ્યા છે. રાજયના મુખ્યમંત્રીશ્રી એ રાજયના તમામ ધાર્મિક-સામાજીક અગ્રણી સાથે  સંવાદ સાધીને કોરોના સામેના જંગમાં સહભાગી થવા અપીલ કરી હતી. જિલ્લામાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રોના યુવકો કોરોના યોદ્ધા બની કોરોના સામે લેવાના તકેદારી અને અગમચેતીના પગલાં અંગે લોકોનું માર્ગદર્શન આપી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક ડાઉન સમયે પરપ્રાંતીય શ્રમજીવીઓને પીવાના પાણીની બોટલ, ફુડ પેકેટનું વિતરણ કરવા સાથે ૮૯૦૦થી વધુ લોકોને હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.  જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ આ યુવાનો મુખ્યમંત્રીના હું પણ કોરોનાવાયરસ કેમ્પેઇન SMS સૂત્ર (S-Social Distance, M-Mask, S- Senitize) અને ખાસ કરીને નાના બાળકો અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોની કાળજી રાખવી જેવી બાબતો અંગે  નગરજનોને   સમજૂત કરવામાં આવી રહ્યા છે. તો આવો આપણે સૌ પણ હું પણ કોરોના  વોરિયર અભિયાન માં જોડાઈ કોરોના સામે નું યુદ્ધ  જીતવા સંકલ્પબદ્ધ બનીએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application