Tapi mitra News;સુરતમાં દિવસે-દિવસે કોરોના વકરી રહ્યો હોવાથી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેના લીધે મૃત્યુઆંક સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. સુરતમાં કોરોના ૬૪ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે પ્રતિદિન ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહી છે. ગુરૂવારે બપોર સુધી સુરતમાં અધધ ૨૬ કેસો આવતા પાલિકા તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આમ અત્યાર સુધી કુલ પોઝીટીવ કેસનો આંક ૧,૫૦૩ પર પહોચ્યો છે.
લોક ડાઉન પાર્ટ ૪ વચ્ચે પણ સુરત શહેરમાં કોરોનાની ઘાતકતા યથાવત રહેવા પામી છે અને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી કેસમાં પણ વધારો થઈ રહ્યો છે સુરત શહેરમાં લોકડાઉન ૪ માં અપાયેલી છુટછાટના કારણે પોઝીટીવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રોજે રોજ ૩૦ થી ૩૫ કેસો નોધાઇ રહ્યા છે. ગુરૂવારે બપોરેના ૧ વાગ્યા સુધી એક સાથે ૨૬ નવા કેસ નોધાયા છે. તેમના સંપર્કમાં આવેલા પરિવારજનોને કોરોન્ટાઇનની સાથે ઘર અને સોસાયટીઓને સેનેટાઇઝરની કામગીરી પણ હાથ ધરી છે. આમ સુરતમાં કોરોના પોઝીટીવનો આંક ૧,૫૦૩ પર પહોચી ગયો છે. આમ સુરત શહેરમાં કોરોના વાયરસના કારણે ૬૪ લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટાભાગના કેસો કતારગામ,વરાછા,લિંબાયત,ઉધના,સેન્ટ્રલ ઝોન માંથી વધુને વધુ મળી રહ્યા છે. આમ સુરતમાં પોઝીટીવ કેસનો આંક ૧,૫૦૦થી વધુ વધી જતાં તંત્રની ઉંઘ હરામ થઇ છે અને સુરતમાં કોરોના વાયરસનું જાર ઘટે તે માટે લોકોને સોશ્યલ ડિસ્ટન્સ,માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો હજુ પણ સરકારી ગાઇડ લાઇનનો અમલ કરતા નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application