Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૭ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે,આજે ૧૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૯૬૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૩૪૬ હતી, જેમાં ૩૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૩૮૦ કેસો થયા છે. કુલ ૬૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ ૧૦ કેસો મળી આવ્યા છે.
મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૬૫૨૩ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૪૫ લોકો છે. ૧૬૯૭ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૪૨ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ માટે જતાં હોય છે, તેથી તેની સંખ્યા વધારવામાં આવશે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે.તમામ દુકાનો તથા અન્ય સંસ્થાઓના માલિકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની ફરજિયાત છે.નોંધનીય છે કે, સુરત શહેરના ૧૩૮૦ અને જિલ્લાના ૯૭ મળીને કુલ ૧૪૭૭ કેસો નોંધાયા છે.
High light-સુરત જિલ્લામાં આજે લસકાણા ગામના ૦૧ પોઝિટીવ કેસ નોંધાયો: પોઝિટીવ કેસોની સંખ્યા ૯૭ થઈ
Tapi mitra News:સુરત જિલ્લામાં આજે ૦૫ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૬૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૬ હતી, જેમાં ૦૧ કેસનો વધારો થવાથી આજે કુલ ૯૭ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. પોઝિટીવ કેસ પૈકી કામરેજ તાલુકાના લસકાણા ગામના ૦૧ કેસ મળી કુલ ૯૭ કેસો આવ્યા છે. કુલ ૮૮૯૪ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૭ પોઝિટીવ અને ૮૭૫૨ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે.
૪૨ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બડતલ-સરકુઇ, ખોડાંબા, સાંધિયેર, દખણવાડ(દેવધ), ઝંખવાવ, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા, વરેલી(પરમહંસ ), સારોલી(નેચર વેલી), વાવ (એસ.આર.પી કેમ્પસ), તરાજ(ખાડી ફળીયુ) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૮૮૩૫ ઘરો અને કુલ વસ્તી ૮૦૪૦૦ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૭૦ ટીમ કાર્યરત છે.
નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૪૭૭ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૮૩ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૬૬૦ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૪૩ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૫૧૭ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500