Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં કોરોનાની સ્થિતિ

  • May 27, 2020 

Tapi mitra News;મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દિલીપ ભાવસારે નવસારી જિલ્લામાં કોરોના વિષયક પરિસ્થિતિની જાણકારી આપતાં જણાવ્યું કે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી આઠ દર્દીઓ સાજા થઈ ગયા છે અને ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. હાલમાં જિલ્લામાં જ્યાં પોઝિટિવ કેસો નોંધાયા છે એવા કન્ટેનમેંટ ઝોન અને સંલગ્ન બફર ઝોનના વિસ્તારોમાં આરોગ્ય સર્વેક્ષણ સહિતની તકેદારીઓ મેડિકલ ટીમો દ્વારા લેવામાં આવી રહી છે.પોઝિટિવ કેસો સાથે નિકટ સંપર્ક હોય એવા વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇનમાં તકેદારી હેઠળ રાખવામાં આવ્યા છે. High light-આજે નવસારી જિલ્લામાં કોવિડ-૧૯ના ૪ કેસ નોંધાતા કુલ ૨૨ કેસ થયા કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૭/૦૫/૨૦૨૦ ના રોજ ૫૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૧૩, જલાલપોર- ૦૯, ગણદેવી- ૧૦, ચીખલી- ૧૦, ખેરગામ-૦૫ વાંસદા-૦૮, અન્ય જિલ્લામાંથી ૦૩ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૨૭૬૫ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૬૮૬ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૭ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. આજરોજ નવસારી જિલ્લામાં વધુ ચાર પોઝીટીવ કેસો નોંધાયા છે.                                           


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application