Tapi mitra News;લોકડાઉનમાંથી રાહત મળતા લોકો ખરીદી કરવા ઉપરાંત પાન મસાલા માટે બજારોમાં ઉમટી પડ્યા છે. સવારે ફાફડાના શોખીનો સવારે ફાફડા જલેબીની દુકાને પહોંચી જાય છે ત્યારે નવસારી જિલ્લાના દુકાનદારો-ધંધાર્થીઓએ નો માસ્ક નો એન્ટ્રી સિસ્ટમને અપનાવી છે. કોરોના હજુ ગયો નથી. કોરોના સાથે જીવવા અને આપણા વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન થી મુક્ત રાખવા આપણેજ કાળજી રાખવી પડશે. સોશિયલ ડિસટન્સ રાખવું જરૂરી છે. એ સાથે સેનીટાઇઝરનો ઉપયોગ કરવો અથવા વારંવાર સાબુથી હાથ ધોવાના છે આ બધી કાળજી આપણે સૌને લેવાની છે.
નવસારી જિલ્લામાં તા ૨૨/૦૫/૨૦૨૦ સુધી કુલ ૧૨ પોઝીટીવ કેસ નોંધાયા છે. જે પૈકી ૮ દર્દીઓ સારવાર લઇ સાજા થઇને ઘરે જતાં રહ્યા છે. હાલ ૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જે વિસ્તારમાં પોઝીટીવ કેસ આવ્યા તે વિસ્તારો કન્ટેઇનમેન્ટ ઝોનમાં ધકેલાયા છે. આ બધી બાબતો વચ્ચે લોકો કાળજી રાખે, સાવચેતી રાખે તે સમયની જરૂરીયાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application