Tapi mitra News;લોકડાઉન-૪ અન્વયે વિવિધ સેવાઓને લઇને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.જે અન્વયે જિલ્લા કલેકટરશ્રી દ્વારા સુધારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જે મુજબ જિલ્લામાં પેટ્રોલ પંપનો સમય નક્કી કરાયો છે.
આ સુધારા મુજબ નવસારી જિલ્લામાં પેટ્રોલ પંપ સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.તેમજ તમામ પ્રકારના દવાખાના,લેબોરેટરી,દવાની દુકાન કોઇ પણ બાધ વગર ખુલ્લી રહેશે. ઉપરાત આંતર જિલ્લા આવન જાવન માટે આંતર જિલ્લા ચેક પોસ્ટ કાર્યરત રહેશે. જેમાં મેડીકલ ટીમ દ્રારા જે વ્યક્તિ અન્ય જિલ્લામાં પ્રવેશ કરવા માંગતી હોય તેની આરોગ્ય ટીમ દ્રારા ચકાસણી થશે. આ ઉપરાંત મૂળ જાહેરનામાં મુજબ જાહેર સ્થળોએ, કામના સ્થળોએ માસ્ક ફરજીયાત છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનુ રહેશે. આ બાબતનુ ઉલ્લંઘન કરનાર રૂ ૨૦૦ દંડને પાત્ર ઠરશે. આ બન્ને શરતોના ઉલ્લંઘન બદલની દંડની રકમ વસુલ કરવા પોલીસ હેડ કોસ્ટેબલ, કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને, નગરપાલીકા વિસ્તારમાં સંબંધિત નગરપાલીકાએ તથા ગ્રામ પંચાયત વિસ્તારમાં તલાટી-કમમંત્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application