Tapi mitra News;ગુજરાત રાજયની ચારેય કૃષિ યુનિવર્સિટી (AAU, JAU, NAU, SDAU)માં ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ (૬૦%) + GUJCETનાં (૪૦%)નાં માર્ક્સના આધારે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું વર્ષ ૨૦૨૦નું પરિણામ બહાર પડી ગયેલ છે. પરંતુ ચાલુ વર્ષ ૨૦૨૦ની GUJCETની પરીક્ષા હજુ સુધી લેવામાં આવેલ નથી. આથી GUJCETની વર્ષ ૨૦૨૦-૨૧ની પરીક્ષા લેવાયા બાદ તથા પરિણામ જાહેર થયા બાદ રાજયની કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ તથા કૃષિ વિષયક અભ્યાસક્રમોમાં વર્ષ ૨૦૨૦-૨૧ની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની સર્વે વિદ્યાર્થીઓએ/વાલીઓને નોંધ લેવી તેમજ પ્રવેશ માટે ચાલુ વર્ષ ૨૦૨૦ની GUJCET પરીક્ષા આપવી ફરજીયાત છે. વેટરનરી વિદ્યાશાખા માટે ફક્ત GUJCETનાં માર્ક્સ ગણતરીમાં લેવામાં આવશે તેમ આણંદ કૃષિ યુનિવર્સિટી(શિક્ષણ વિભાગ)ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application