Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી  જિલ્લામાં સગર્ભા-ધાત્રી માતાઓ તથા કિશોરીઓના ઘરે જઈ પોષણ આહાર પેકેટનું વિતરણ કરાયુ

  • May 23, 2020 

Tapi mitra News;કોરાનાની વૈશ્વિક મહામારીના સમયમાં રાજયના કોઇપણ નાગરિકને તકલીફ ના પડે તે માટે  રાજ્ય સરકાર દ્વારા લોકહિતાર્થના અનેકવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લા વહિવટી તંત્ર તથા આરોગ્ય વિભાગના માધ્યમ થકી આંગણવાડી વર્કર અને તેડાગર બહેનો  દ્વારા જિલ્લાની સગર્ભા અને ધાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય જળવાય તે માટે તેમના ઘરે  ઘરે જઈ બાલશક્તિ, માતૃશક્તિ અને પુર્ણાશકિતના પોષણ આહારની રાશન કિટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં આવા સંકટના સમયે કર્મનિષ્ઠ આંગણવાડી અને આશાવર્કર બહેનો દ્વારા ધાત્રી અને સગર્ભા માતાઓના ઘરે ઘરે જઈને તેમના સ્વાસ્થ્ય અંગેનો સર્વે કરી તેમની પણ ખાસ દરકાર લેવામાં આવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application