ગુજરાત એટીએસ ટીમને મોટી સફળતા હાથ લાગી છે.શુક્રવારે ૧મે ૨૦૧૮ ના રોજ એટીએસની ટીમે ૧૯૯૩ મુંબઇ સીરિયલ બ્લાસ્ટના આરોપી અહમદ મોહંમદ લંબૂની ધારિયાથી ધરપકડક કરવામાં આવી છે.લંબૂને દાઉદ ઇબ્રાહીમની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે.જેથી એટીએસની ટીમે ગુરૂવારે મોડી રાત્રે એક ઓપરેશન ચલાવીને ધરપકડ કરી લીધી છે.કહેવામાં આવી રહ્યું છે કે લંબૂ અર્જૂન ગેંગનો ભાગ હતો.જેને મુસાફિર ખાન,ફિરોજ અબ્દુલ,રાશિખ ખાન જેવા આતંકવાદી સામેલ છે.વાપી-વલસાડના દરિયા કાંઠેથી અહેમદ લંબુ નામના આતંકીની ધરપકડ કરવામાં આવી હતી અને આ આતંકી પર ૫ લાખનું ઇમાન રાખવામાં આવ્યું હતું.૧૯૯૩ માં થયેલ મુંબઇ બ્લાસ્ટમાં મોહમ્મદ લંબુએ મહત્વની ભૂમિકા નિભાવી હતી અને લંબુએ પાકિસ્તાનથી આતંકીની તાલીમ લીધી હતી.
તમને જણાવી દઇએ કે ૧૨ માર્ચ,૧૯૯૩ ના રોજ બપોર પછી મુંબઇના ઘણા વિસ્તારોમાં એક પછી એક કુલ ૧૩ સીરિયલ બ્લાસ્ટ થયા હતા.આ બ્લાસ્ટમાં ૨૫૭ લોકોના મોતની પુષ્ટિ થઇ હતી.જ્યારે ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા.કહેવામાં આવે છે કે દેશના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનો સીરિયલ બ્લાસ્ટ થયો હતો.બ્લાસ્ટ માટે આરડીએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તબાહી મચાવવા માટે ત્રણ હજાર કિલોથી વધુ આરડીએક્સ મુંબઇથી સમુદ્ર કિનાર ઉતારવામાં આવ્યો હતો.જ્યારે તેમાંથી ફક્ત ૧૦ ટકાનો જ ઉપયોગ થયો હતો.ગત વર્ષે આ મામલે સુનાવણી કરતાં સ્પેશિયલ ડાટા કોર્ટે મર્ચંટ અને ફિરોજ ખાનને ફાંસીની સજા સંભળાવી હતી.તો બીજી તરફ અબૂ સલેમ અને કરીમુલ્લા શેખને ઉંમરકેદની સજા સંભળાવી હતી.આ ઉપરાંત રિયાજ સિદ્દીકીને ૧૦ વર્ષની સજા સંભળાવી હતી.કોર્ટે સલેમ અને કરીમુલ્લા પર બે-બે લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.આ પહેલાં કોર્ટે ૬ જૂન ૨૦૧૭ ના રોજ અંડરવર્લ્ડ ડોન અબૂ સલેમ સહિત છ આરોપીને દોષી ગણાવ્યા હતા.ત્યારબાદ તેમાંથી એક મોહંમદ દૌસાનું જેલમાં મોત નિપજ્યું હતું.(ફાઈલ તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application