Tapi mitra News;સુરત સહિત દેશમાં હાહાકાર મચાવનાર તક્ષશીલા અગ્નિકાંડ ને ગુરૂવારે એક વર્ષ પુર્ણ થતાં ફરી એકવાર સુરતવાસીઓમાં સમગ્ર ઘટના તાજી થઇ હતી. મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે રાત્રિના સમયે દિવા પ્રગટાવી શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
સરથાણા તક્ષશીલા આર્કેડમાં ૨૧મી મે ૨૦૧૯ના રોજ બપોરના સમયે ગેરકાયદેસર બાંધેલા ડોમમાં શોર્ટ સર્કીટના કારણે આગ ફાટી નિકળી હતી. જેમાં ટ્યુશન કલાસીસમાં ગયેલા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા હતા. ત્યારબાદ મોતનો નજારો જોવા મળ્યો હતો. એક પછી એક ૨૨ માસુમોના મોતથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. ૭ થી ૧૦ બાળકોને ગંભીર ઇજા પહોચતા આજે પણ તેઓ માનસિક રીતે પડી ભાંગ્યા છે. આજરોજ તક્ષશીલા અગિન્કાંડને એક વર્ષ પુર્ણ થયું છે. એક વર્ષ પહેલાં થયેલી કરૂણાંતિકા સંદર્ભે મૃતકોના વાલીઓની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે. બાળકોના હત્યારાઓને સજા મળી નથી. જેથી ન્યાય માટે તેઓ અનેકવાર તંત્રને રજુઆત કરી ચુકયા છે. પુણ્યતિથી નિમીત્તે રાત્રિના સમયે શહેરીજનોને પોતાની બાલ્કની કે ઘરમાં રહીને દિપ પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાંજલી માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. લોકડાઉનમાં બધાએ એક થઇને તાળીઓ પાડીને દિવા પ્રગટાવી કોરોના વોરીયર્સનું સન્માન કર્યુ છે તો હવે આ મૃતકોને શ્રધ્ધાંજલી મળે તે માટે શહેરીજનોએ રાત્રિના ૯ વાગ્યે પોતાની બાલ્કની કે ઘરમાં રહીને દિપ પ્રગટાવી મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ કરવી જાઇએ અને બાળકોના હત્યારાઓને સજા થાય તેવી પ્રાર્થના પણ કરવી જાઇએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application