Tapi mitra News;નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીકે જલાલપોર તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ માછીમારો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો અને સમસ્યા સાંભળી હતી.કસ્તુરબા સેવાશ્રમ-મરોલી ખાતેની મુલાકાત દરમિયાન વિવિધ કામગીરી અને પ્રવૃત્તિનું જાત નિરીક્ષણ કર્યુ હતું. આશ્રમશાળાના બાળકો માટે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવવાનું સૂચન કર્યુ હતું.
મહુવર સી.ઍચ.સી.ની મુલાકાત લઇ વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. કોવિડ-૧૯ દરમિયાન કરેલી કામગીરી માટે અભિનંદન આપ્યા હતાં. તેમજ મનરેગા યોજનાના કામની મુલાકાત લઇ ત્યાં કામ કરતાં મજૂરો સાથે મુલાકાત કરી હતી. ૧૪ માં નાણાંપંચ અંતર્ગત ચાલતા કામોનું સ્થળ નિરિક્ષણ કર્યુ તથા પીવાના પાણીની સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. નડોદ ખાતેના સરકારી આયુર્વેદ દવાખાનાની મુલાકાત લઇ ડોકટર સાથે તેમની કામગીરીની સમીક્ષા કરી હતી. હાલમાં કોરાના મહામારીમાં આયુર્વેદિક ઉકાળા વિતરણની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉભરાટ ખાતે દરિયા કિનારાની મુલાકાત લઇ તેના વિકાસ માટે શું કરી શકાય તે બાબતે સ્થાનિક પ્રશાસન તંત્ર સાથે ચર્ચા કરી તથા ગામની મુલાકાત લઇ વિકાસના કામોની સ્થળ મુલાકાત લીધી હતી. ગામના સમતોળ વિકાસ માટે ૧૫ મા નાણાંપંચમાં લેવાના કામો અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતાં. દિપલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ જલાલપોર તાલુકાના છેવાડાના માછીવાડ, દિવાદાંડી ખાતે માછીમાર આગેવાનો સાથે પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી. દરિયાકાંઠાની મુલાકાત લઇ સ્થાનિક આગેવાનોની રજૂઆત સાંભળી હતી. માછીવાડ ગામે બનેલી પ્રોટેકશન વોલની પણ મુલાકાત લીધી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી જલાલપોર તાલુકાના વિવિધ સરકારી સંસ્થાઅોની મુલાકાત લઇ ગામોની સ્થિતિની તાથ મેળવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application