Tapi mitra News;વિશ્વ સહિત ભારત દેશ વૈશ્વિક કોરોના મહામારી સામે ટક્કર આપી રહયો છે. આપણા દેશ સાથે વિશ્વના અનેક વિકસિત દેશોના અર્થતંત્ર સામે અનેક પડકારો ઊભા થયા છે. તેમાંથી પ્રજાજનોને સુરક્ષિત અને સલામત રાખવા માટે અનેક પગલાના ભાગરૂપે લોકડાઉન રાખવામાં આવેલ છે. આવા કઠિન સંજોગના સમયે નાગરિકોને આર્થિક રીતે પગભર થવા સહાય પૂરી પાડવા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. રૂપિયા ૫,૦૦૦ કરોડની વિશેષ ધિરાણ જોગવાઇ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ જાહેર કરી સશક્ત ગુજરાતના નિર્માણ માટે સંવેદના પૂર્ણ નિર્ણયને આવકારતા નવસારી જિલ્લાના પ્રજાજનોઍ વધાવ્યો છે.
નાના વેપારીઓને તેમનો ધંધો ફરી ધમધમતો કરવા રૂ.૧ લાખ જેટલી રકમ લોન સ્વરૂપે આપવામાં આવશે. નહિવત વ્યાજદર સાથે કોઈપણ જાતના તારણ વગર વેપારીઓને આ લોન આપવામાં આવશે.
શાકભાજીની ફેરી દ્વારા ઘેર-ઘેર શાકભાજી પહોંચાડતા ચિરાગભાઇ પટેલે જણાવ્યું હતું કે, લોકડાઉનના કારણે સ્ટોકમાં રહેલી શાકભાજીની વસ્તુઓ બગડી જવાના કારણે નુકશાન તો આવ્યું અને ઘણા સમયથી ધંધો ઓછો ચાલતો હોવાના કારણે આવક પણ ઘટી ગઇ ત્યારે હવે ફરી મારા ધંધાને બેઠો કરવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય યોજના મને ખૂબ મદદરૂપ નિવડશે. લોન મળ્યા બાદ ૬ મહિના સુધી કોઈ હપ્તો પણ ભરવાનો નથી. મારા જેવા નાના વેપારીનું પણ ધ્યાન રાખી ઓછા વ્યાજની લોન યોજના માટે હું રાજ્ય સરકારનો આભારી છું. આગામી તા.૨૧ મેથી રાજ્યની સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઑપરેટીવ સોસાયટીઓ મારફત વાર્ષિક ૨ ટકાના દરે ઍક લાખ રૂપિયા સુધીનું તારણ વગરનું ધિરાણ મળશે, જ્યારે બાકીનું ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. યોજનાના લાભાર્થીઍ ત્રણ વર્ષના સમયગાળામાં ધિરાણ પરત કરવાનું રહેશે જેમાં પ્રથમ ૬ મહિના સુધી વ્યાજ અને મુદ્દલ ચુકવવાનું રહેશે નહીં. ત્યારબાદ ૩૦ સરખા હપ્તામાં ધિરાણ પરત કરવાનું રહેશે. લાભાર્થીઍ સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઑપરેટીવ સોસાયટીમાંથી વિનામૂલ્યે અરજીફોર્મ મેળવી અરજી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ ધિરાણ મેળવવા માટે સ્ટેમ્પ ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application