Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉન ના કારણે ફસાયેલા ડાંગના ૮૧૫ શ્રમિકોની વ્હારે આવ્યું જિલ્લા વહીવટીતંત્ર  ..

  • May 19, 2020 

Tapi mitra News:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા (એસ.ટી.ડેપો)  ખાતે આજરોજ ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ કોરોના સંદર્ભે લોકડાઉનના કારણે ફસાયેલા શ્રમિકોને પોતાના રાજયમાં મોકલવાનું ભગિરથ કાર્ય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં ૬૧૭ જેટલા ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂરોને અનાજની કીટ આપી,લકઝરી બસની વ્યવસ્થા કરી,સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રવાના કરાયા હતા. આહવા,વધઇ અને સાપુતારા ખાતે લારીઓ,નાની દુકાનો ચલાવી ધંધા-રોજગાર કરી ગુજરાન ચલાવતા પરપ્રાંતિયોનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં ૧૩૯ લોકો ઉત્તરપ્રદેશ,૪૨ લોકો બિહારના અને ૧૧ લોકો મણીપુર તેમજ ૬ લોકો તામીલનાડુના હતા. લોકડાઉનના સમયમાં ડાંગ પ્રશાસન આ શ્રમિકોની વ્હારે આવ્યું હતું. તમામ લોકોને માદરે વતન પહોંચાડવા માટે જિલ્લાના અધિકારી/કર્મચારીઓ ખડેપગે મહેનત કરી રહયા છે. શ્રમિકોને બહારના રાજ્યમાં જવા માટે એસ.ટી.બસ અને ટ્રેનના બુકીંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજરોજ ઉત્તરપ્રદેશના ૯૧ લોકોને ત્રણ એસ.ટી.બસમાં સોશ્યલ ડિસ્ટન્સ રાખીને ભરૂચ રવાના કરાયા હતા. ત્યાંથી સાંજે ૧૭-૦૦ કલાકે ઉત્તરપ્રદેશની ટ્રેનમાં તેઓ રવાના થશે. ૧૧ લોકોને મણીપુર જવા માટે વડોદરા કલેકટરશ્રી સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરવામાં આવી છે. હવે ફક્ત બિહારના ૪૨ જેટલા શ્રમિકોને તા.૨૦/૦૫/૨૦૨૦ ના રોજ રીઝર્વેશન થઇ ગયા બાદ રવાના કરાશે. તથા તામીલનાડુના ૬ લોકોને સુરત થી તામીલનાડુની ટ્રેનમાં રવાના કરાશે. શ્રમિકો માટે રહેવા-જમવા તથા ચા-પાણી-નાસ્તા ની સગવડ કરી તમામ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરી રવાના કરવામાં આવે છે.ડાંગ જિલ્લામાં કોરોના અસર શરૂ થઇ ત્યારથી આજદિન સુધી લોકડાઉનના સમય દરમિયાન વતન જવા માંગતા શ્રમિકોને કોઇપણ જાતની પક્ષાપક્ષી વગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકાર વતી મદદ કરવામાં આવે છે. ડાંગ જિલ્લાના,સ્થાનિક કે પરપ્રાંતિઓએ કોઇની પણ વાતમાં ભરમાવવું નહીં તેમ કલેકટરશ્રી ડામોરે અનુરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application