Tapi mitra News:નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ, અબ્રામા, કૃષ્ણપુર, મટવાડ, દાંડી, સાગરા, દિપલા, વેસ્મા અને અર્બન હેલ્થ સેન્ટર વિજલપોર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા÷.દિલિપ ભાવસારના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમના કર્મચારીઓ લોકોના ઘરે ઘરે વાહકજન્ય રોગો વિશે તેમજ મચ્છર ઉત્પત્તિ સ્થાનો અંગે જાણકારી આપવામાં આવી હતી. સર્વેલન્સ કરનાર ટીમોઍ વપરાશી પાત્રોની ચકાસણી કરી તેમાં ટેમીફોસ દવાનું દ્રાવણ નાંખવામાં આવ્યું હતું. લોકોને પાણીના પાત્રને હવાચુસ્ત ઢાંકીને રાખવા તથા અઠવાડિયામાં ઍકવાર પાણીના પાત્રને ઘસીને સાફ કરવા સૂચના આપવામાં આવી હતી. મચ્છરદાનીના ઉપયોગ અંગે સમજ અપાઇ હતી. જલાલપોર તાલુકાના ગામોના તળાવમાં અને હવાળામાં પોરાભક્ષક માછલી મૂકવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application