Tapi mitra News:શ્રમિકોની વતન વાપસી માટે નવસારી જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા કેટલાય દિવસોથી કાર્યરત છે..શ્રમિકોની વિગતો ઍકઠી કરી યાદી બનાવવી અને કયા રાજ્યના કેટલા શ્રમિકો છે તેના આધારે રેલ્વે તંત્ર સાથે સંકલન કરીને શ્રમિકોને વતન મોકલવાની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજદિન સુધીમાં ૧૧,૪૫૦ શ્રમિકો પોતાના વતન ભણી રવાના થયા છે. શ્રમિકો સુખ-સુવિધા અને સંતોષ સાથે સુરક્ષિત રીતે પોતાના વતન પહોંચી ચુક્યા છે.
નવસારી જિલ્લા કલેકટર શ્રી આદ્રા અગ્રવાલે જણાવ્યું હતું કે, લોકડાઉનના પગલે જિલ્લામાં અટવાયેલા શ્રમિકોને સત્વરે પોતાના વતન મોકલાવાની જરૂરિયાતના પગલે જિલ્લા વહીવટી તંત્રઍ સમગ્રતયા આયોજન કરીને આ વ્યવસ્થાને પરિણામલક્ષી બનાવી છે. શહેર અને જિલ્લામાં ઠેક ઠેકાણે રહેતા શ્રમિકોની યાદી ઍકત્ર કરીને પોતાના ઘરેથી નવસારી લાવવા પ્રાંત અધિકારીશ્રીઓની આખી ટીમ કામ લગાડીને નવસારી રેલ્વે સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં તેમના ભોજન-પાણી-નાસ્તો અને અન્ય આનુષાંગિક વ્યવસ્થાઓ કરી ત્યાંથી જ ઍક સાથે બધાને ટ્રેનમાં બેસાડી દેવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application