Tapi mitra News:ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું સમગ્ર રાજ્યનું પરિણામ તા.૧૭/૦૫/૨૦૨૦ ના રોજ ૭૧.૩૪ ટકા જાહેર થયું હતું. જેમાં ડાંગ જિલ્લાનું પરિણામ ૬૮.૮૧ ટકા જાહેર થયું છે. જે ગત વર્ષની સરખામણીએ ૩ ટકા ઓછુ પરિણામ આવ્યું છે.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના જણાવ્યા અનુસાર સમગ્ર ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ધરાવતી કુલ ૯ શાળાઓ છે. જેના કુલ ૩૧૧ વિઘાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૨૧૪ વિઘાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગ્રેડ ની સરખામણીમાં બી-૧ ગ્રેડમાં ૮ વિઘાર્થીઓ,બી-૨ ગ્રેડમાં ૨૬ વિઘાર્થીઓ,સી-૧ ગ્રેડમાં ૮૩ વિઘાર્થીઓ અને સી-૨ ગ્રેડમાં ૮૮ વિઘાર્થીઓ,ડી ગ્રેડમાં ૯ વિઘાર્થીઓ તેમજ નોટ ઈલીજીબલ એટલે કે ૯૭ વિઘાર્થીઓ નાપાસ જાહેર થયા છે.ડાંગ જિલ્લાની શાળાઓના પરિણામ પ્રથમ નંબરે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-આહવા સૌથી વધુ ૯૭.૫૦ ટકા,બીજા નંબરે દીપદર્શન શાળા-૮૯.૨૯ ટકા,ત્રીજા ક્રમે એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કુલ-સાપુતારા ૭૫.૪૪ ટકા,સંતોકબા ધોળકિયા,માલેગામ ૬૯.૦૯ ટકા,સરકારી ખેતીવાડી વધઇ ૫૦ ટકા, સરકારી માધ્યમિક ઉ.મા.શાળા, આહવા ૪૨.૮૬ ટકા,સરકારી મા.અને ઉ.મા.શાળા સુબીર ૪૨.૮૬,એ.મો.રેસી.સ્કુલ-બારીપાડા ૪૧.૬૭ ટકા અને સંત થોમસ ઝાવડાનું પરિણામ ૩૩.૩૩ ટકા આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500