Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના સામે જંગ લડવા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે COVID 19 વોર રૂમ કાર્યરત 

  • May 17, 2020 

Tapi mitra News:ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા જુની કલેકટર કચેરી ખાતે આજરોજ ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોરના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેકટરશ્રી ટી.કે.ડામોરની ઉપસ્થિતિમાં કોરોના વાઇરસ સામે જંગ લડવા માટે COVID 19 અંતર્ગત વોરરૂમ કાર્યરત કરાયો હતો. ડિઝાસ્ટર મામલતદારશ્રી મામલતદાર શ્રી જયેશભાઇ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે COVID 19  વોર રૂમ શરૂ થતા ડાંગ જિલ્લાની કોઇપણ વ્યક્તિ પોતે કે આજુબાજુ રહેતા કોઇપણ કોરોના ના શંકાસ્પદ લક્ષણ ધરાવતા વ્યક્તિ અંગેની માહિતી આ વોર રૂમમાં ૦૨૬૩૧-૨૨૦૩૪૭ ફોન કરી આપી શકશે. તેમજ કંટ્રોલરૂમ માંથી કોરોના અંગેની માહિતી મેળવી શકશે.ડાંગ જિલ્લામાં મળી આવેલ તમામ ૩ પોઝેટીવ કેસોને સ્થાનિક ડાંગ જિલ્લામાં જ આઇસોલેશન રૂમમાં દાખલ કરાયા હતા. આ ૩ કેસોના તમામ રીપોર્ટ નેગેટીવ આવતા ડાંગ જિલ્લો કોરોનામુક્ત બની ગયો છે. પરંતુ ડાંગ જિલ્લામાં હવે પછી કોરોના વાઇરસને આવતો અટકાવવા તેમજ સંક્રમણ ન ફેલાય તેના ભાગરૂપે સરકારશ્રીના દિશાનિર્દેશ સાથે આગળ વધી ડાંગ જિલ્લો હંમેશા ગ્રીન ઝોન બની રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રતિબધ્ધ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application