હનીફ માંજુ દ્વારા ભરૂચ:ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી ૧૫૬૬ જેટલાં શ્રમિકોને લઈને ઉત્તરપ્રદેશ રવાના થયેલી તેમજ આ ભરૂચ જિલ્લાના શ્રમિકોને લઈને આઠમી ટ્રેન રવાના થઈ હતી. ટ્રેન રવાના થતાં પહેલાં દરેક શ્રમિક ભાઈ-બહેનોના ચહેરા ઉપર ખુશીની લહેર વર્તાતી હતી. કેટલાંક શ્રમિકોનો રૂબરૂ સંપર્ક કરતાં તેઓ પોતાના હર્ષનાદ અને અનુભવ સાથે ઉત્તરપ્રદેશ જતાં મહંમદ વાહીદ અલી કે જેઓની ઉંમર ૩૦ વર્ષની છે. તેઓ જણાવે છે કે, હું અંકલેશ્વર જીઆઈડીસી ખાતે નોકરી કરૂં છું. સરકારના પ્રયત્નોને સથવારે ટ્રેન ચાલુ થતાં અમને અમારા વતન જવાનું મળ્યું છે જેની અમને ખુબ ખુશી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરજ બજાવતાં અને આજમગઢના રહેવાસી પિન્ટુ રાજભર જણાવે છે કે, વતનમાં જવાથી પોતાના પરિવારની સાથે મળવાનો અનેરો આનંદ વ્યક્ત કરૂં છું. રાજ્ય સરકારે અમોને ટ્રેનમાં જવા માટેની વ્યવસ્થા કરી છે તેનો હું દીલથી આભાર માનું છું. અંકલેશ્વર જીઆઈડીસીમાં જોબ કરતાં લીલાવતીબેન ભારદ્વાજ કે જેઓની ઉંમર ૩૦ વર્ષની છે અને બનારસના વતની છે. તેઓ જણાવે છે કે, લોક્ડાઉનને કારણે અમને કોઈ કામ સુઝતું પણ ન હતું. જ્યારે સરકારે અમારી ચિંતા કરીને ટ્રેનની વ્યવસ્થા કરી છે એટલે પરિવાર સાથે મળવાની ખુશી કંઈ અલગ છે એટલે રાજ્ય સરકારનો ટ્રેનની વ્યવસ્થા કરવા બદલ ખુબ આભારી છીએ. બનારસની ૧૬ વર્ષની ઉંમરની શાલીની યાદવ ગુજરાત સરકારને ધન્યવાદ પાઠવતાં કહે છે કે, સરકારને લીધે અમોને વતનમાં જવાનો મોકો મળ્યો છે તે બદલ અમો આભાર વ્યક્ત કરીએ છીએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500