હનીફ માંજુ દ્વારા ભરૂચ:રાજ્ય સરકારનો મહત્વનો હેતુ છે. જિલ્લાના દરેક માનવીને પાણી સિંચાઈ ધ્વારા મળી રહે તેના માટે સુજલામ સુફલામ યોજના છે, તે યોજના ધ્વારા તળાવો સુધારણા, ઉંડા કરવા તેમજ તળાવ સ્વચ્છ કરવાના વિગેરે જેવી કામગીરી કરીને ચોમાસામાં પાણીનો સંગ્રહ થાય અને સંગ્રહ થયેલ પાણી ધ્વારા ખાસ કરીને કૃષિ માટે પાણી પુરૂ પાડી શકાય છે.
આ અંતર્ગત જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી ધ્વારા તળાવ સુધારણા તેમજ હાલના સમયે પાણી વગરના જે તળાવ છે તેને ઉંડા કરવાની કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. સમાહર્તાશ્રીએ તળાવની કામગીરીની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, તમને સોંપેલ કામગીરીની પરિસ્થિતિ અંગે પુરી તૈયારી સાથે બેઠકમાં આવવાનું તેના આધારે જિલ્લાની તળાવોની પરિસ્થિતિ અંગે સમીક્ષા રહી શકાય. ઉપરાંત જે અધિકારીઓ ધ્વારા આ કામગીરીમાં ડેટા એન્ટ્રી બાકી હોય તેઓએ તાકીદે પુરી કરવાની કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા સિંચાઈ કાર્યપાલક ઈજનેર, નાયબ કાર્યપાલક ઈજનેર, પ્રાંત અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application