હનીફ માંજુ દ્વારા ભરૂચ:કોરોનાને વિશ્વ WHO મહામારી જાહેર કરી છે તેની સામે વિશ્વ દુનિયા, દેશ અને રાજ્યો સામનો કરી રહ્યો છે. કોરોનાથી બચવા માટે અગત્યની એવી આરોગ્ય સેતુ એપ કેન્દ્ર સરકાર ધ્વારા લોન્ચ કરી છે તેને ફરજીયાતપણે જિલ્લાના અધિકારી અને કર્મચારીઓ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરે અને પોતાને આ રોગથી દુર અને સલામતી રાખવા જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ અનુરોધ કર્યો છે.
આ બેઠકમાં સમાહર્તાશ્રીએ વધુમાં જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકલિત લોકો - કર્મચારીઓ, કામદારોને પણ ફરજીયાત ટૂંકા સમયગાળામાં આરોગ્ય સેતુ એપ ડાઉન લોડ કરીને વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરે તેની પર ભાર મૂક્યો હતો. કલેક્ટરશ્રીએ પ્રાથમિક અને માધ્યમિક શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો અને બાળકોના વાલીઓ પણ ઉપયોગ કરી આ રોગથી પોતાને અને બાળકો-વિદ્યાર્થીઓને પણ દૂર રાખે-બચાવી શકે અને ક્ષેત્રના લોકો તેમજ ભરૂચના પ્રજાજનો, યુવાનોને આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ કોરોના કોવિડ-૧૯ થી ડર રાખ્યા વગર તેની સામે સાવચેતી અને સલામતી રાખીશું તો કોરોનાને અવશ્ય હરાવી શકીશું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, કોરોનાના નોડલ અધિકારીશ્રી નિલેશ પટેલ, પ્રાદેશિક પ્રદૂષણ બોર્ડના અધિકારી વિગેરે ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application