Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચ જિલ્લામાં ગુજરાત ગૌરવદિન નિમિત્તે યોજાયેલી ચિત્ર, નિબંધ અને કાવ્યલેખન સ્પર્ધા માટે પ્રાથમિક,માધ્યમિક વિભાગમાંથી કુલ - ૩૬૩૩ કૃતિઓ મળી

  • May 17, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:રાજ્ય સરકાર ધ્વારા તા.૧ લી મે-૨૦૨૦ ના રોજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે ગુજરાત ગૌરવ દિન નિમિત્તે “કોરોના વોરિયર્સ” વિષય પર ચિત્ર નિબંધ અને કાવ્યલેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમાં ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી તે અંતર્ગત ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ નિયત કરેલ ઈમેલ એડ્રેસ પર વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લઈ મોકલી આપી હતી. ૧૦ મી મે સુધી યોજાયેલી આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લામાં પ્રાથમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની-૧૬૬૦, નિબંધ સ્પર્ધાની-૬૬૮ અને કાવ્યલેખનની-૩૦૧ મળી કુલ-૨૬૨૯ કૃતિઓ મળી છે, જ્યારે માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધાની-૬૧૧, નિબંધ સ્પર્ધાની-૨૯૨ અને કાવ્યલેખનની-૧૦૧ મળી કુલ-૧૦૦૪ જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે. આમ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી કુલ-૩૬૩૩ જેટલી કૃતિઓ પ્રાપ્ત થયેલ છે,લોકડાઉનની પરિસ્થિતિમાં પણ ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓએ ગુજરાત ગૌરવ દિન નિમિત્તે “ કોરોના વોરિયર્સ ” વિષય પરની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નવનીતભાઈ મહેતા અને સ્પર્ધા નોડલ અધિકારીશ્રી સંગીતાબેન મિસ્ત્રીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application