હનીફ માંજુ દ્વારા ભરૂચ:રાજ્ય સરકાર કોરોનાની સામે કામગીરી કરી રહી છે અને તે કામગીરી પ્રજાને માટે ખૂબ જ આશિર્વાદરૂપ બની રહી છે, તેમા પણ આરોગ્ય વિભાગના તબીબો, નર્સો, કંપાઉન્ડરો અને વોર્ડ બોય વિગેરે તો મહત્વની ભૂમિકા અદા રહ્યા છે, આ એક કહેવા પુરતી વાત નથી પરંતુ રાજ્યમાં કેટલીક જગ્યાએ સંવેદનશીલ અને વાસ્તવપૂર્ણ સાબિત થયા છે.
ભરૂચ જિલ્લામાં કોવિડ-૧૯ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે આવેલ છે. જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ સાજા થયા બાદ દર્દીઓ આશિર્વાદ આપતાં ઘરે જાય છે, આવો જ એક કિસ્સો અત્યારે બની રહ્યો છે. તેઓને હોસ્પિટલ નહિ પરંતુ તેઓ ઘરમાં સારવાર લઈ રહ્યા. તેવો અનુભવ થઈ રહ્યો છે. તેઓને ૨૪ મી એપ્રિલે રજા લઈને ઘરે આવ્યા છે. તે કિસ્સો આપની સમક્ષ રજૂ કરૂં છું.
ભરૂચના મુક્તાનંદ સોસાયટીમાં રહેતા અને અજન્ટા ફાર્માસ્યુટીકલ કંપનીમાં નોકરી કરતાં ૨૯ વર્ષના શ્રી ભાવિનભાઈ પટેલને કોરોના પોઝીટીવ નીકળ્યા બાદ જેઓ જયાબેન મોદી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈને સાજા થઈને તાજેતરમાં ઘરે આવ્યા છે. તેઓ પોતાના અનુભવમાં જણાવે છે કે જ્યારે મને કોવિડ પોઝીટીવ આવ્યો ત્યારે ૧૦૮(એમ્બ્યુલન્સ) લેવા આવી ત્યારબાદ ૧૪ દિવસ તે હોસ્પિટલમાં સારવાર માટે રહ્યો. આ હોસ્પિટલ તે હોસ્પિટલ કરતાં ઘર જેવું જ વાતાવરણ વધારે લાગતું હતું.
ખરેખર રાજ્ય સરકારના આ હોસ્પિટલમાં નોકરી કરતાં કર્મચારીઓ ફરજ કરતાં સેવા ગણવી જોઈએ, જેવી કે દવા આપવી, ભોજન આપવું કે પછી ગ્લુકોઝના બાટલા ચઢાવવા વિગેરે જેવી સેવાઓ સમયસર મળતી હતી. એટલે અમારા જેવા દર્દીઓ માટે તેઓ ભગવાન સમાન બની રહ્યા છે. ખરેખર કોરોના દર્દીઓની સારવાર કરનારા આરોગ્ય અધિકારી-કર્મચારીઓને સો સો સલામ.શ્રી ભાવિનભાઈએ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્યતંત્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ “સાવચેતી એ જ સલામતી” તે રસ્તો અપનાવવાની જરૂર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application