હનીફ માંજુ દ્વારા ભરૂચ:અંકલેશ્વર માંથી વહેતી આમલાખાડીની સ્થિતિ લોક ડાઉનમાં પણ આમાલા ખાડીની સ્થિતિ પહેલા જેવી યથાવત હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઉદ્યોગો ઉપરાંત સુએઝના પાણી આમલાખાડીમાં બાયોનીકલ ઓક્સિજન ડીમાન્ડ (બી.ઓ.ડી) પ્રમાણ નિયત માત્રા કરતા વધુ જોવા મળી છે. એન.જી.ટી અને સુપ્રીમ કોર્ટના આદેશ છતાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક્ટીવ ન થતા આમલાખાડી ડોમેસ્ટીક સુએઝ વોટર હજી પણ વહેતુ જોવા મળી રહ્યું છે.
જીપીસીબી વડી કચેરના રિપોર્ટ અનુસાર ગુજરાતની મોટાભાગની નદીના જળસ્તર લોક ડાઉન દરમિયાન વધુ સારા બન્યા હોવાની સાથે સ્થિતિ સુધારો થયો છે. જેમાં અપવાદ રૂપ માત્ર આમાલાખાડી ની સ્થિતિ માં હજી સુધારો ના થયો હોવાનું ટાંક્યું છે. આમાલખાડીમાં વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્યોગો 50 % જ કાર્યરત છે. ભંગારના ગોડાઉન પણ જૂજ શરૂ થયા છે. જે વચ્ચે હાલ સુએઝનું પાણી વધુ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી વહેતુ જોવા મળી રહ્યું છે છતાં ખાડીની સ્થિતિ સુધરી ના હોવાનું બહાર આવી રહ્યું છે. જેનું કારણ બી.ઓ.ડી ની માત્ર 3 હોવી જોઈએ જે સરેરાશ 13 થી 14 આવી રહી છે. જો કે 2019 માં સરેરાશ 17 ની માત્ર આખા વર્ષમાં નોંધાઇ હતી જેમાં સુધારો થયો છે. પરંતુ હજી પણ તેની માત્ર નિયત કરતા વધુ આવે છે. જ્યાં પી.એચ. ન્યુટ્રલ આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application