હનીફ માંજુ દ્વારા ભરૂચ:રાજ્ય સરકાર છેવાડાના માનવીના સર્વાંગી વિકાસના પ્રયત્નમાં પ્રયાસ કરી રહી છે અને તેને આકાર આપવા સતત કાર્યરત છે અને તે માટે તેની પ્રાથમિક જરૂરીયાત જેવી કે પાણી, રસ્તા અને આરોગ્ય અંગે સંતોષકારક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લામાં આવેલ સિંચાઈ વિભાગની કચેરી ધ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત જિલ્લાના વાલીયા તાલુકાના અને જિલ્લાનું છેવાડાનું સિલુડી ગામે તળાવ ઉંડુ કરવાનું કામ ચાલી રહેલ છે. આ કામ તળાવના ૯.૬૬ હેક્ટર જમીનના વિસ્તારમાં ચાલી રહ્યું છે. આ કામથી એટલે કે કામ થઈ ગયા પછી અને તળાવ ભરાઈ ગયા બાદ ગામને આશરે એક વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ શકશે.આ કામ ચાલે છે ત્યારે ગ્રામજનો તેમજ નાયબ સરપંચશ્રીના પિતાશ્રી યાકુબભાઈ વરીયા સૌ કોઈના ચહેરા પર અનોખી ખુશી પ્રસન્નતા હતી. ત્યારે જ ગામના આગેવાન શ્રી કાસમભાઈ બાવા તેમના શબ્દોમાં જણાવે છે કે રાજ્ય સરકારની આવી યોજનાથી પાણી પુરૂ પાડવામાં આવે છે અને આંતરીયાળ ગામડાના ગ્રામજનોની આવી સંવેદનશીલ સરકારે ચિંતા કરી છે અને અમોને વિશ્વાસ છે કે અમને પીવાનું અને સિંચાઈનું પાણી પણ મળી રહેશે. જળસંચયથી તળાવ ઉંડા કરવાની કામગીરીથી રાજ્ય સરકારનો આભાર માનું છું અને અત્યારે કોરોનાની મહામારીથી બચવા આ કામગીરીમાં આ રોગથી બચવા માટે આરોગ્ય વિભાગની ગાઈડલાઈન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર પણ ચોમાસા આવનારા વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે સુજલામ સુફલામ યોજના કાર્યરત છે. તાજેતરમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ અંતર્ગત તળાવ ઉંડા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે તેની અઠવાડિક સમીક્ષા બેઠક પણ યોજાય છે અને આ બેઠકમાં તળાવ સ્વચ્છ, ઉંડા, તેની પહોળાઈ વધારવા વિગેરે જેવી કામગીરીને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application