હનીફ માંજુ દ્વારા ભરૂચ:હાલમાં દેશ કોરોના ( COVID- 19 ) ની મહામારીથી મુશ્કેલીમાં છે અને આ મહામારીને આગળ પ્રસરતી અટકવવા માટે ભારત સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે, આ લોક ડાઉન દરમ્યાન શ્રી અભય ચુડાસમા , પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, પોલીસ અધિક્ષક ભરૂચ નાઓએ સુચના કરેલ કે, સરકારી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાવવો જે અનુસંધાને શ્રી ડી.પી.વાઘેલા નાયબ પોલીસ અધિક્ષક, ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન હેઠળ જોલવા ગામે રહેતા પરપ્રાંતિય શ્રમિકોને અનાજની કીટ વિતરણ તથા ભોજનનું આયોજન કરેલ.તા .૧૫/ ૦પ /૨૦૨૦ ના રોજ દહેજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ જોલવા ગામ ખાતે અલગ અલગ રાજ્યોમાંથી મજુરી કામ અર્થે આવેલ પરપ્રાંતિય શ્રમિકો દ્વારા પોતાના વતનમાં જવા સારૂ છેલ્લા ત્રણેક દિવસથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી વિકરાળ અને ભયાનક રૂપથી ગંભીર ગુનો બને તે રીતે ગેર કાયદેસર મંડળી બનાવી એકત્ર થયેલ પરપ્રાંતિય લોકોને 300 અનાજની કીટ વિતરણ કરી તેમજ બે દિવસમાં કૂલ -૬૦૦૦ જેવા માણસોના ભોજનની વ્યવસ્થા કરી પરપ્રાંતિય શ્રમિકોને મદદ કરેલ છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application