Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં વધુ ૧૪ કેસ નોધાયા:મનપા કર્મી પણ કોરોનાની ઝપેટમાં:કુલ ૧,૦૩૯ કેસ

  • May 15, 2020 

Tapi mitra News:સંપૂર્ણ લોક ડાઉન પાર્ટ ૩ પૂર્ણ આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસનો કહેર સુરતમાં યથાવત રહ્યો છે. શુક્રવારે સુરત શહેરમાં નવા ૧૪ અને જીલ્લામાં ચાર કેસ સામે આવ્યા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધી કુલ ૧,૦૩૯ કેસ નોધાયા છે. આ ઉપરાંત કોરોનાની ખપ્પરમાં વધુ એક આધેડ મોતને ભેટ્યો છે. આ સાથે કુલ મરણાંક ૪૬ પર પહોચ્યો છે. લિંબાયતમાં મદનપુરામાં રહેતા ૪૭ વર્ષીય ચિતરંજન તિલોકચંદ બેબ્રાતા ગત તા.૩જીએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં કોરોનાના લક્ષણો દેખાતા તેમના સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન આજ રોજ તેમનું કરૂણ મોત નિપજયું હતું. જોકે ચિતરંજનને ડાયાબિટીસ અને લોહીની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું. આમ કુલ મૃત્યુઆંક ૪૬ પર પહોચ્યો છે. આ ઉપરાંત સુરત શહેરમાં પોઝીટીવ કેસોની સંખ્યા દિન પ્રતિદીન વધી રહી છે. ખાસ કરીને કે સુરત ૩૭૧ કેસ સાથે લિંબાયત કોરોનાનું એપી સેન્ટર બન્યું, ૩૬ ટકા કેસ માત્ર એક જ વિસ્તારમાં ૩૭૧ કેસો માત્ર લિંબાયત ઝોનમાં જ નોંધાયા છે જે શહેરમાં ૩૬ ટકા જેટલા છે. શુક્રવારે સુરતમાં વધુ ૧૪ કેસો સામે આવ્યા છે. જેમાં રાંદેર રામનગર વિસ્તારમાં રહેતા મનપા કર્મી પણ કોરોનાના ઝપેટમાં આવ્યો છે. આ ઉપરાંત ઓલપાડ તાલુકાના વિહારા ગામના ત્રણ વ્યકિત કોરોનાની ઝપેટમાં આવતા આખા ગામને કોરોન્ટાઇન કરવામાં આવ્યુ છે. અને દર્દીના પરિવારને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઇ છે. આ ઉપરાંત કડોદરા જીઆઇડીસી પોલીસ મથકના પી.સી.આર, વાન ચાલક રમેશભાઇ રબારીનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. વરેલીમાં થયેલા તોફાનમાં પકડાયેલા આરોપીના સંપર્કમાં આવવાથી રમેશભાઇને ચેપ લાગ્યો છે. હાલ આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે સુરતમાં નવા ૧૮ કેસો સાથે અત્યાર સુધી કુલ ૧,૦૩૯ કેસો નોધાયા છે. High light:સુરતમાં કોરોનામાં વધુ એક દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૬ થયો.. High light:ઓલપાડ તાલુકામાં ત્રણ અને કડોદરા જીઆઇડીસીમાં એક કેસ નોધાયા...    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application