Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૬૩ થઇ, કુલ ૪૪ દર્દીના મૃત્યુ નોંધાયા

  • May 15, 2020 

Tapi mitra News:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૪ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૯૪૯ હતી, જેમાં ૧૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૯૬૩ કોરોના પોઝિટીવ કેસો થયા છે. તેમજ આજે ૫૭ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૫૯૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૪૪ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૬૨ ટકા રિકવરી રેટ થયો છે.  ૪.૬ ટકા રેટ મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ ૪ કેસો મળી આવ્યા છે, જ્યાં કુલ ૩૭૧ કેસો થયા છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૨૪૦૯ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૩૧ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૦૫ લોકો છે. આયુષ મંત્રાલયના સુચન પ્રમાણે હોમિયોપેથી દવાનું વિતરણ ૨ લાખ કરતા વધુ ઘરોમાં કરવામાં આવ્યું છે. સર્વેલન્સ માટે કુલ ૧૮૫૨ ટીમો કાર્યરત છે. ૪ લાખ ૮૪ હજાર કરતા વધુ ઘરોમાં ૧૫ લાખ ૮૪ હજાર કરતા વઘુ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિમાં સ્લમ એરિયામાં વધુ કેસો નોંધાતા અહીં ૪૦ ફિવર ક્લિનિક અને ૨૨૭ વોશ બેસિનનુ આયોજન કરવામાં આવ્યુ છે. કોરોના જાગૃત્તિ માટે ૭૫ પ્રચાર ગાડી મુકવામાં આવી છે. દરેક ઘરોમાં હાથ ધોવા માટે સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. તમામ દુકાનોમાં પૈસાની લેવડ-દેવડમાં એક અલગ પદ્ધતિથી કરવી જોઈએ. જેમાં લેવડ-દેવડ માટે બે બોક્ષ દુકાનમાં રાખવામાં આવે. એક બોક્ષમાં પૈસા ગ્રાહકો આપે તથા છુટ્ટા પૈસા માટે એક અલગ બોક્ષ રાખવામાં આવે અને આ પૈસા દુકાનદાર ૩ દિવસ સુધી સાવધાનીપુર્વક અલગ રાખે અને તેને સ્પર્શે નહીં. દરેક શાકભાજીના દુકાનદારો માસ્કનો ઉપયોગ કરે તથા સોશિયલ ડિસ્ટન્સ રાખે તથા શાકભાજી, માલ સામાનના નિશ્ચિત વજનના થેલા તૈયાર રાખવામાં આવે, જેથી વધુ ભીડ ન થાય. શહેરીજનો ૩૧ મે સુધી જો વેરાબિલ ભરે તો ૧૦ ટકા રિબેટ આપવામાં આવશે તથા ડિઝીટલ પેમેન્ટમાં ૨ ટકા વધુ રિબેટ આપવામાં આવશે. તકેદારીના ભાગરૂપે આયુષ મંત્રાલયના અને હોમિયોપેથી મુજબના ઇમ્યુનિટી વધારનાર ચીજવસ્તુઓનું સેવન કરવું જોઈએ. ઈન્ફેક્શન રોકવા દુકાનદારે રાખવાની કાળજી અંગે પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. માસ્કનો અવશ્ય ઉપયોગ કરી સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનો શ્રી પાનીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. high light-સુરત જિલ્લામાં કોરોનાના કુલ પોઝિટીવ કેસોની સંખ્યા ૫૮ થઇ, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૫૮ હતી, જેમાં આજે નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી. તેમજ આજે ૦૮ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૩૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, જયારે કુલ ૦૧ દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. કુલ ૬૪૮૫ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૫૮ પોઝિટીવ અને ૬૩૮૨ નેગેટીવ કેસો જયારે ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૩૪ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બોરીયા, અસનાબાદ, અંધાત્રી, હળદવા, મહુવરીયા, અનાવલ, ખરવાણ, બડતલ, ગાંગપુર, કવાસ, કેવડી, ડુંગર, સેવણી, જુના કાકરાપાર, ચોખવાડા, ખોડાંબા, કાની, સાંધિયેર, દખણવાડ (દેવધ), ઝંખવાવ, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી (ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી (ગાયત્રી નગર), વરેલી (દત્ત કૃપા), વરેલી (શાંતિ નગર), વરેલી (વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર (તાઈવાડ), વિહારા કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૯,૯૯૭ ઘરો અને અને કુલ વસ્તી ૮૫૨૬૯ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૯૦ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૧૫૨૮ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૨૬ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૧૬૫૪ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૬૪ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૧૫૯૦ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application