Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં કોરોનાના ૭૫ નમુનાઓ લેવામાં આવ્યા

  • May 14, 2020 

Tapi mitra News:કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૧૪/૦૫/૨૦૨૦ના રોજ ૭૫ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૨૦, જલાલપોર- ૨૧, ગણદેવી- ૨૦, ચીખલી- ૦૪, ખેરગામ- ૦૫, વાંસદા- ૦૫ સેમ્પલ લેવામાં આવ્યાં છે. કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી નવસારી જિલ્લામાં ૧૯૨૮ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જેમાંથી ૧૮૪૪ નમુના નેગેટીવ આવ્યા છે. ૭૫ સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે. જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ૧૧,૯૬,૬૦૧ વસ્તીનો સર્વે કરાયો છે.જિલ્લામાં જાહેરમાં થુંકનાર વ્યકિત પાસે દંડ વસુલ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૧૮૫ કેસ કરીને રૂપિયા ૭૯,૪૦૦ વસુલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ-૦૩ કોવિડ-૧૯ હોસ્પિટલ છે. કુલ-૦૮ પોઝીટીવ કેસ છે. આજદિન સુધીમાં કુલ ૭ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થઇને રજા આપી દેવામાં આવી છે.  સિવિલ હોસ્પિટલ, યશફીન હોસ્પિટલ અને ઉદિત હોસ્પિટલ વાંસદાને કોવિડ-૧૯ હોસ્પિટલ તરીકે માન્ય રાખવામાં આવી છે. ત્રણ હોસ્પિટલ મળીને કુલ-૩૦૦ આઇસોલેશન બેડ તથા ૩૦ આઇ.સી.યુ.બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ-૦૮ પોઝીટીવ કેસ નોધાયાના અહેવાલ જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application