Tapi mitra News:અકસ્માત નિવારણ કેન્દ્ર, પોલીસ વિભાગ તથા મહાનગરપાલિકાના ફાયર ખાતાની મદદ દ્વારા પગપાળા પોતાના વતન બિહાર યુપી જતા ત્રણ મજૂરોને સારવાર તથા ભોજન આપી તેમને જોખમમાંથી ઉગારી લઇ માનવતા મહેકાવી હતી. મજૂરોને તેમના વતનમાં મોકલવાની આર્થિક મદદ સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.
કાપોદ્રા પાસે વતન જવાં માટે કોઈ વ્યવસ્થા થઈ જશે એવી આશામાં મજૂરો એકઠાં થયાના સમાચાર ટી.વી.ચેનલો પર જોતા અકસ્માત નિવારણ કેન્દ્રના પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પોલિસ સ્ટેશન પાસે ત્રણ મજૂરો વતન જવા કોઈ વ્યવસ્થા થઇ જશે એ આશામાં ઊભા હતા. તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, આર્થિક સમસ્યાના કારણે વતન જવામાં મુશ્કેલી અનુભવતા હતા. જેથી રાજુભાઈએ કાપોદ્રા પોલીસ સ્ટાફ સાથે સંકલન સાધીને આ ત્રણ મજૂરો માટે રહેવા જમવાની સગવડ કરવાનો નિર્યણ લીધો હતો. આ દરમિયાન, બે મજૂરોના પૈકી એકને ચાલવાથી પગમાં સોજો આવી ગયો અને બીજાની પગની નસ ચઢી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રમુખશ્રી ઠક્કર તેમને વિલંબ કર્યા વિના નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા પરંતુ ત્યાં ટ્રોમા સેન્ટરમાંથી નવી સિવિલમાં ફક્ત કોરોનની સારવાર થતી હોવાનું જાણવા મળતાં તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં, બંને મજૂરોને ઇન્જેક્શન મુકાવી, સ્મીમેરના મેડિકલ સ્ટોરમાંથી રાજુભાઈ ઠક્કરે જરૂરી દવાઓ અપાવી હતી. આ ઉપરાંત, એક સામાજિક કાર્યકર્તા ધર્મેશભાઈ ગામી દ્વારા સિટીલાઇટ શોપિંગ સેન્ટરમાં લાલબાદશાહના સેવાકીય રસોડામાંથી તેમના માટે ભોજન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં, બીજા દિવસે આ મજૂરોને અકસ્માત નિવારણ કેન્દ્ર દ્વારા તેઓના વતન મોકલવા માટે વ્યવસ્થા કરવા આવી હતી. જેનો વ્યવસ્થા ખર્ચ ઉધના સંઘમાં કાર્યરત અજય ચૌધરી અને રણજીતસિંહ દ્વારા ઉપાડવામાં આવશે. આ સેવા કાર્યમાં સંસ્થાના મુકેશ પટેલ, મનોજ સુરી પણ સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application