ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:નર્મદા જીલ્લા ના માહિતી ખાતા મા ફરજ બજાવતાં ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી યાકુબ ભાઈ ગાદીવાલા ને કોરોના નો ઈન્ફેકશન લાગ્યો હોવાની જાણકારી સાર્વજનિક થતાં નર્મદા જીલ્લા ના સરકારી વિભાગ અને મિડીયા કર્મીઓમા એમના સ્વાસ્થ્ય ને લઈ ને ચિંતા નુ મોજું ફરી વળ્યું છે, તેમના શુભેચ્છકો અને પરિચિતો એ ફોન દ્વારા ખબર અંતર પુછ્યા હતાં.
તેઓ વડોદરા ના લહેરીપુરા વિસ્તાર મા રહે છે. 62 વર્ષીય યાકુબભાઈ ગાદીવાલાને માહિતી વિભાગ ના ડેપ્યુટી ડાયરેક્ટર પદે એક્સટેન્શન આપવામા આવતા તેઓ ની સેવાઓ ચાલુ રાખવામા આવી હતી. તેમને છેલ્લા બે દિવસ થી તાવ જણાતાં તેમની ખાનગી તબીબ પાસે સારવાર ચાલી રહી હતી, પણ તેમણે સાવચેતીના પગલાં રુપે લાલબાગ ખાતે આવેલા હાઈસ્પીડ રેલ્વે ટ્રાન્સપોર્ટ ઈન્સ્ટિટ્યુટ ખાતે કોવીડ-19 નુ સ્ક્રીનીંગ કરાવતાં તેઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. કેટલાક દિવસો અગાઉ તેમના 88 વર્ષીય પિતાને પણ કોરોના પોઝીટીવ આવતાં તેમની સુશ્રુષા મા તેઓ રોકાયેલા હોવાથી તેમનો ચેપ લાગ્યો હોવાની શક્યતા વ્યકત કરાઈ રહી છે. હાલ મા યુસુફભાઈ ગાદીવાલા ની સારવાર ચાલી રહી છે, અને તેઓ ની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમના પિતાજી ને સારવાર બાદ રિપોર્ટ નેગેટીવ આવતાં તેઓ ને હોસ્પીટલ થી કેટલાંક દિવસો અગાઉ ડીસ્ચાર્જ આપવામા આવ્યો હતો. વડોદરા ના લહેરીપુરા વિસ્તાર મા રહેતા યાકુબભાઈ નો પહેલોંજ કેસ હોવાથી વિસ્તાર મા ફફડાટ વ્યાપી ગયો છે, ન્યાયમંદિર વિસ્તાર મા 10 કોરોના પોઝીટીવ કેસો મળી આવ્યા છે, અને હવે પોળો મા ગીચતા ને કારણે કેસો વધવાની સંભાવના તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500