ઈકરામ મલેક દ્વારા રાજપીપળા:કોરોના મહામારી વચ્ચે નગરપાલિકા ના ખાળે ગયેલાં વહીવટ ને કારણે સુપરસીડ કરવાની ભલામણ ચીફઓફીસરે કરતાં, હાલ ચૂંટાયેલી બોડી ના સત્તા પક્ષ અને વિરોધ પક્ષ ના તમામ સભ્યો ને ઘરે બેસવાનો વારો આવે તેમ હોવાથી સત્તા અને વિપક્ષે હાથ મિલાવી પોતાનુ રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા માટે વેરા વધારી નગરજનો નુ વધુ એકવાર તેલ કાઢવાનુ ત્રાઘડુ રચી કાઢવામા આવ્યુ હતુ,અને પ્રમુખે વેરા વધારા નો ઠરાવ કરી નાંખતા લોકો મા આક્રોષ ફાટી નીકળ્યો છે.
રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ અપક્ષ સભ્ય મહેશ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે રાજપીપળા પાલિકાએ સર્ક્યુલર ઠરાવથી પાલિકા અધિનિયમ અને લોકશાહીના વિરુદ્ધમાં વેરા વધારાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એક પાઈ પણ વેરો વધવો ન જોઈએ.આ નીતિ વિષયક બાબતની ચર્ચા કર્યા વિના વેરો વધારવો એ લોકશાહીનું અપમાન છે.આજે જે પણ સભ્યએ વેરા વધારાના સર્ક્યુલર ઠરાવમાં સંમતિ આપી છે એ યોગ્ય ન કહેવાય.ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત વેરો નથી વધારતી તો પાલિકાએ પણ ન વધારવો જોઈએ.નાંદોદ તાલુકામાં અત્યાર સુધી યોજાયેલી તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા-લોકસભા ચૂંટણીમાં લોકોએ ભાજપ-કોંગ્રેસને 95% મત આપ્યા છે, તો એ જ પાર્ટીએ આજે પ્રજાનો વિશ્વાસઘાત કર્યો છે.અમે શહેરની પ્રજા સાથે આ બાબતે ચર્ચા કરવા અને જાગૃતિ માટે જાહેરસભાની માંગણી કરી છે. જો તંત્ર અમને જાહેરસભાની મંજૂરી નહિ આપે તો આગામી દિવસોમાં અમે વેરા વધારાની કાર્યવાહીની વિરુદ્ધમાં શહેરના ઘરો પર કાળી ઝંડી મારિશુ, અમે શહેરની જનતાને ઘરે ઘરે જઈને કહીશું કે જેણે પણ સર્ક્યુલર ઠરાવમાં સંમતિ આપી છે તમે એમની ઘરે વ્યક્તિગત રીતે જાવ અને વેરો કેમ વધારવો એની માહિતી આપો.સોશિયલ મીડિયાના માધ્યમથી પણ અમે પ્રજાના હિત માટે લડત લડીશું એમ જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનિય છે કે આ જોતા આગામી દિવસોમાં વેરા વધારા મુદ્દે ધમાસાણ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.લોકડાઉનમાં તંત્ર જાહેરસભાની મંજૂરી આપે છે કે કેમ એ હવે જોવું રહ્યું.
high light-રાજપીપલા નગરપાલિકાનું પૂરાંત વાળુ બઝેટ છતાં કેમ કોઈનો પગાર થયો નથી:મહેશ વસાવા
રાજપીપળા પાલિકના અપક્ષ સભ્ય મહેશ સરાધ વસાવાએ જણાવ્યું હતું કે જયારે રાજપીપળા નગરપાલિકાનું સને 2020/2021નુ બજેટ પસાર કર્યુ ત્યારે તો જાવક કરતા આવક વધારે બતાવી હતી.અંદાજપત્રએ ભુલ ક્યા ખાધી, કેમ હંગામી કર્મચારીનો પગાર ચૂકવી નથી શકતા એ પ્રશ્ન હાલ મૂંજવણ ભર્યો છે.રાજપીપળામાં વેરો નહિ વધારવા માટે અમારી સાથે રાજપીપળા પાલિકાના પૂર્વ પ્રમુખ હાલ ભાજપના પાલિકા સભ્ય સંદીપ દસાંદી, અપક્ષ સભ્ય કવિતાબેન માછી, મહેશ સુરેશ કાછીયા, કોંગ્રેસના ડો.કમલ ચૌહાણ, અપક્ષ સભ્ય સલીમ સોલંકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500