Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાઇરસની કામગીરી અંતર્ગત સ્ટેટ મોનીટરીંગ અધિકારીએ ડાંગ જિલ્લાની મુલાકાત લીધી..

  • May 14, 2020 

Tapi mitra News:હાલમાં જ ફેલાયેલા કોરોના વાઇરસ કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીએ સમગ્ર વિશ્વના દેશો સહિત ભારત અને ગુજરાત રાજ્યને પણ ઝપેટમાં લીધુ છે. ત્યારે ગુજરાત રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો પણ આ મહામારી સામે લડી રહયો છે. ગુજરાત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગાંધીનગરના નિયામક કક્ષાના અધિકારીશ્રીઓને કોવિડ-૧૯ ની અસરકારક કામગીરીના મોનીટરીંગ અને સુપરવિઝન માટે નિયુક્ત કરાયા છે. ર્ડા.જી.સી.પટેલ, નાયબ નિયામક (એપેડેમિક) એ તા.૦૯/૦૫/૨૦ અને તા.૧૦/૦૫/૨૦ દરમિયાન ડાંગ જિલ્લાની મુલાકાત લીધી હતી. તા.૧૦/૦૫/૨૦ ના રોજ ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી.કોરોના વાઇરસ કોવિડ-૧૯ ની જિલ્લામાં થયેલ વિવિધ કામગીરી અને આરોગ્યની સુવિધા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં જિલ્લા વહીવટી તંત્રએ કરેલ કામગીરી બાબતે નાયબ નિયામકશ્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં કોવિડ-૧૯ના કુલ-૩ પોઝેટીવ કેસ નોંધાયેલા હતા. અને કોવિડ કેર સેન્ટર,સી.એચ.સી.સુબીર અને શામગહાન ખાતે સફળ સારવાર બાદ સેમ્પલ નેગેટીવ આવતા તંત્રએ દર્દીઓને સન્માનભેર વિદાય આપી હતી. આ બાબતે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે થતી કામગીરીની નાયબ નિયામકશ્રી પટેલે સરાહના કરી હતી. આ ઉપરાંત ર્ડા.જી.સી.પટેલે જિલ્લામાં આવેલ કોવિડ હોસ્પિટલ,આહવાની મુલાકાત લીધી હતી. જનરલ હોસ્પિટલના અધિક્ષક શ્રી ર્ડા.રશ્મિકાંત કોંકણીએ અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા લેવામાં આવતા લોહીના સેમ્પલની કામગીરી તથા હોસ્પિટલમાં આવેલ સુવિધા બાબતે જાણકારી આપી હતી અને હોસ્પિટલમાં કુલ-૨૦૩ સ્ટાફ કાર્યરત છે. તે પૈકી કુલ-૮૯ સ્ટાફે igot હેઠળ રજીસ્ટર થયેલ હોવાનું જણાવ્યું હતું. ર્ડા.જી.સી.પટેલે જિલ્લામાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર-વધઇની મુલાકાત લઇ કોવિડ કેર સેન્ટરની સુવિધા અંગેની માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. તેમણે પ્રા.આ.કેન્દ્ર કાલીબેલ અને પીંપરીની મુલાકાત પણ લીધી હતી. આરોગ્ય કાર્યકરોની ટીમ દ્વારા કોરોના વાઇરસ સંક્રમણના અટકાયતી પગલા તરીકે ચાલતા દૈનિક સર્વેલન્સ અને ડેટા એન્ટ્રીની કામગીરી તથા જિલ્લા બહારથી આવેલ વ્યક્તિઓ અને શ્રમિકોનું સ્ક્રીનીંગ,હોમકવોરન્ટાઇન તથા આઇ.ઇ.સી.ની કામગીરીનું મોનીટરીંગ અને સુપરવિઝન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application