Tapi mitra News:સુરત શહેરમાં કોરોના બેકાબૂ બની રહ્યું છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં એકમાત્ર સીટી સ્કેન મશીન બે દિવસ પહેલા ખોટકાતા દર્દીઓની હાલત કફોડી બની છે જોકે સુરત નવી સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા જૂનું સીટી સ્કેન મશીન રીપેર કરાવવાને બદલે ભંગારમાં મૂકી દીધું છે અને સરકારી મંજુર કરેલુ આધુનિક સીટી સ્કેન મશીન લેવામાં સિવિલ તંત્ર રસ દાખવ્યો નહીં હવે ત્યાં એકમાત્ર ચાલતું સીટી સ્કેન મશીન ખોટકાઈ દર્દીઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યું હોવાનું જાણવા મળે છે.
નવી સિવિલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં એક જ સીટી સ્કેન મશીન છે ત્યાં અન્ય દર્દીઓ તથા શંકાસ્પદ કોરોના કે કોરોના પોઝિટિવ દર્દીને સીટી સ્કેન માટે આવતા હતા અગાઉ સીટી સ્કેન રૂમમાં અને રેડિયોલોજી વિભાગમાં ડિસઇન્ફેક્શન કરવા માટે સેનિટાઈઝ અને ધુમાડોનુ ફોગીંગ કરવામાં આવ્યું હતું. બે દિવસ પહેલા સીટી સ્કેન મશીન ટેકનીકલ ખામીને લીધે અચાનક ખોટકાઈ ગયું હતું જેથી દર્દી હાલાકી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે બે વર્ષ પહેલા નવી સિવિલમાં નવું સીટી સ્કેન મશીન આવ્યું હતું. જેથી જુનુ સીટી સ્કેન મશીન રીપેર કરાવીને ટ્રોમા સેન્ટરમાં મૂકવાને બદલે એક રૂમમાં ભંગારની જેમ મૂકી દીધું છે એટલું જ નહિ પણ સરકારે આધુનિક સિટી સ્કેનની નવી સિવિલમાં ફાળવવા મંજૂરી આપી હતી. જોકે સિવિલ અને મેડિકલ કોલેજના અધિકારીઓ અગાઉ પોતાની મનમાની અને ગંભીરતા દાખવી નહીં હોવાથી નવું સીટી સ્કેન મશીન આવ્યું નહીં ? અને જૂનું રીપેર થયું નહીં. આવા સંજોગોમાં માત્ર એક જ સીટી સ્કેન મશીન સિવિલમાં છે તે પણ બે દિવસ પહેલા બગડી ગયું છે જોકે આવી કપરી પરિસ્થિતિમાં જૂનું સીટી સ્કેન મશીન રીપેર કરાવે અથવા તો નવા સીટી સ્કેન મશીનની ફરી માગણી કરે તો દર્દીઓની તકલીફ દૂર થશે એક સીટી સ્કેન મશીન ટ્રોમા સેન્ટર મૂકવામાં આવે તો ગંભીર હાલતમાં આવતા દર્દીઓને ઉપયોગી થશે એવી માંગ ઉઠવા પામી છે. સિવિલના વરિષ્ઠ ડોક્ટરે જણાવ્યું હતું કે, સીટી સ્કેન મશીન બગડી ગયું હોવાથી એન્જિનિયર રિપેર કરવા આવ્યા હતા જેમાં બગડી ગયેલો પાર્ટ નાખ્યા પછી શરૂ થશે જો કે જે દર્દીને જરૂર હશે તો સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application