Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનના લીધે પુત્રને બદલે જાતે દવા લેવા નીકળેલા મહિધરપુરાના વૃદ્ધાનું અકસ્માતમાં મોત

  • May 14, 2020 

Tapi mitra News:લોક ડાઉનના લીધે ગઈકાલે સવારે પુત્રને બદલે જાતે દવા લેવા જતી વખતે સાયકલને કારે ટક્કર મારતા ગંભીર ઇજા પામેલા મહિધરપુરાના વૃદ્ધનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિધરપુરા વિસ્તારમાં ચંદ્રલોક એપાર્ટમેન્ટમાં રહેતા ૮૦ વર્ષીય શ્યામજીભાઇ નાનજીભાઇ પરમાર ગઈકાલે સવારે સાઈકલ પર ડાયાબિટીસની દવા લેવા નીકળ્યા હતા ત્યારે રીંગરોડ કમેલા દરવાજા પાસે હિદાયા મસ્જીદ નજીક કાર ચાલકે સાઇકલ તેમની સાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેમને ગંભીર ઈજા થતા કારચાલક તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. શામજીભાઈ ના સંબંધી એ કહ્યું હતું કે શામજીભાઈ છેલ્લા ઘણા સમયથી ડાયાબિટીસની બીમારીથી પીડાતા હતા જેથી તેમનો પુત્ર મોટર સાયકલ પર બેસાડી ને દવા લેવા લઈ જતો હતો પરંતુ હાલમાં લોકડાઉ દરમિયાન પુત્ર તેમને બાઈક લઈને જાય તો પોલીસ તેમની બાઈકની હવા કાઢે અથવા બાઈક લઈ લેશે એવી બીક હતી જેથી પુત્રને બદલે તે જાતે એકલા સાઈકલ પર નીકળ્યા હતા ત્યારે અકસ્માત માટે મોતને ભેટેલા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application