Tapi mitra News:લોકડાઉનનો ત્રીજો તબક્કો હજુ પૂરો થયો નથી, ચાર દિવસ બાકી છે. તે પહેલાં છુટછાટ સાથે કાપડબજાર ખોલવા દેવાની હિલચાલ સામે વિરોધનો ગણગણાટ શરૂ થયો છે. સમગ્ર કાપડબજાર અત્યારે રેડ ઝોનમાં છે અને જો થોડા કલાકની છૂટછાટ આપવા દેવામાં આવે તો પરિસ્થિતિ વણસી શકે એવી ભીતિ છે. વેપાર પ્રગતિ સંઘની રજૂઆત બાદ બુધવારે ફોસ્ટાએ તા.૧૮ મે થી ૩-૩ કલાકના બે સ્લોટમાં ટેક્સટાઈલ માર્કેટ ખોલવા માટે માંગણી કરી છે.
વેપાર પ્રગતિ સંઘની રજૂઆત બાદ બુધવારે ફોસ્ટાએ તા.૧૮ મે થી ૩-૩ કલાકના બે સ્લોટમાં ટેક્સટાઈલ માર્કેટ ખોલવા માટે માંગણી કરી છે. જેમાં બે માસના લોકડાઉનના કારણે ટેક્સટાઈલ ઉદ્યોગને રૂ. ૧૦ હજાર કરોડનો વેપાર અટકી ગયો છે. જો સુરતનું ટેક્સટાઈલ માર્કેટ ખુલે તો અન્ય સેક્ટર જેવા કે વીવીંગ, નિટીંગ, પ્રોસેસિંગ સહિત ઘરઘથ્થુ ટેક્સટાઈલને લગતું કામ કરતી મહિલાઓ પણ આજીવિકા મેળવી શકશે. જેને ધ્યાને લઈને ૩-૩ કલાકના બે સ્લોટમાં ૧૬૫ ટેક્સટાઈલ માર્કેટના ૬૫ હજાર વેપારીઓને દુકાનો ખોલવા માટે પરવાનગી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સચિન ઈન્ડસ્ટ્રિયલ સોસાયટીના પ્રમુખ રમાબેન રામોલિયાએ કલેકટરને રજૂઆત કરી છે કે, અત્યાર સુધી સચિન જીઆઈડીસીના ૨૨૫૦ એકમો પૈકી ૪૦૦ એકમો દ્વારા બાંહેધરી પત્રક ભરીને એકમો શરૂ કરવા તૈયારી બતાવી છે, પરંતુ થોડા દિવસ પૂર્વે જ બાંહેધરી પત્રકના આધારે જીઆઈડીસીની એક હાર્ડવેર શોપ પોલીસે બંધ કરાવી કલમ ૧૮૮ લગાડી હતી. જેને લઈને ઉદ્યોગોમાં ભયનું વાતાવરણ ઉભું થયું છે. પોલીસ સંકલન સાધીને ઉદ્યોગો અને ઉદ્યોગો સાથે સંકળાયેલી એન્સીલરી કાર્યરત રહે તે માટે વ્યવસ્થા ગોઠવી આપવા માંગ કરી છે.એક્સપોર્ટના કામકાજ સાથે સંકળાયેલા કાપડના વેપારી ધનપત જૈને કાપડ માર્કેટ શરૂ કરવાની હિલચાલનો મુદ્દે વિરોધકરતા જણાવ્યું કે, ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવેલી સંખ્યાબંધ માર્કેટોમાં જો બે-ત્રણ લાખ વેપારીઓ - મુલાકાતીઓ એકસાથે આવી પહોંચે તો શું પોલીસ માટે સોશિયલ ડિસ્ટન્સીગનો અમલ કરાવવાનું શક્ય બનશે ખરુ ? લોક ડાઉનને કારણે છેલ્લા ૫૦ દિવસથી કાપડમાર્કેટ સંપૂર્ણપણે બંધ છે, કાપડ બજાર સાથે જોડાયેલા કારીગર વર્ગ અને મજૂરોની સંખ્યા બે લાખથી વધુની છે. અત્યારે મોટાભાગના કારીગરો મજૂરો પોતાના વતન નીકળી ગયા છે. વળી, દેશના જુદા-જુદા શહેરોમાં છૂટક વેપાર હજુ શરૂ થયો નથી, દુકાનો બંધ છે, ત્યારે સુરતમાં કાપડની દુકાનો ખોલાવવા પાછળનો હેતુ શું ? જેને લઇને કાપડ વેપારી ધનપત જૈને વિરોધ કર્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500