Tapi mitra News:જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા માં વરસાદી પાણીની સંગ્રહ શક્તિ વધારતા જળ સંચયના કામો સુજલામ સુફલામ યોજના હેઠળ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે અને આ કામો લોક ડાઉન વચ્ચે પણ શ્રમિકોને રોજગારી આપી રહયાંં છે.
જલાલપોર તાલુકાના બોરસી, તવડી, મગોબ ભાઠા, કનેરા, ભુતસાડ, કાળાકાછા, મરોલી અને ડાંભર ગામે જળ સંચય યોજના હેઠળ તળાવ ઊંડા કરવાના કામો પુરજોશમાં ચાલી રહયાં છે. જલાલપોર તાલુકામાં રૂ. ૯૬ લાખના ખર્ચે આ કામો થઇ રહયા છે. આ કામોથી અંદાજે તળાવનો વિસ્તાર ૧૯૦ હેકટર ઉંડો કરવામાં આવી રહયો છે. આ કામો થકી સ્થાનિક શ્રમિકોને રોજગારી મળી રહી છે. જેસીબી, ડમ્પર અને ટ્રેકટરની મદદ થી માટી ખોદી તળાવને ઊંડું કરવામાં આવી રહયુંં છે. જલાલપોર તાલુકામાં સુજલામ સુફલામ જળ સંચય યોજના હેઠળ ગામ તળાવોને ઊંડા કરી જળ સંગ્રહ ક્ષમતા વધારો થવાથી ખેડૂતોને લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application