Tapi mitra News:નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં ૦૮ કોરોનાના કેસ નોંધાયા છે. સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ જે વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ મળી આવ્યો હોય તે વિસ્તારના લોકોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લા કલેકટર શ્રી આર્દ્રા અગ્રવાલે જણાવ્યું હતુ કે, જિલ્લામાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારના લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ વિસ્તારના દરેક ઘરનો સરવે હાથ ધરવામાં આવે છે. ઘરે ઘરે આરોગ્ય વિભાગની ટીમ દ્રારા આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. આ વિસ્તારમાં જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ અને મેડીકલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય છે. કોરોનાના સંક્રમણને પગલે બહારના જિલ્લામાંથી આવતા લોકો વિશે વહિવટી તંત્ર, આરોગ્ય વિભાગને જાણ કરો જેથી આ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવે તેમજ તેમનુ સઘન મેડિકલ ચેક-અપ કરવામાં આવે. જિલ્લા કલેકટરશ્રીઍ વધુમાં જણાવ્યું હતુ કે, કોરોના મહામારીથી ગભરાવાની જરૂર નથી સાવચેતી રાખો. આ રોગ સામે લડવા માટે પોતાની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે આયુર્વેદિક ઉકાળાનુ સેવન કરવુ, ધ્યાન-યોગ-પ્રાણાયામ કરવા. આપણે રોગ સામે લડવાનુ છે. રોગી સામે નહી. કોરોનાના ભયને મનમાંથી કાઢી નાખો. વહિવટી તંત્ર દ્રારા આપવામાં આવતી સુચનાઓનો અમલ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્રારા જનતાને અપીલ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application