Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં આંગણવાડી કાર્યકરો ટેક હોમ રાશન પહોંચાડી માતા યશોદાની ભૂમિકામાં..

  • May 13, 2020 

Tapi mitra News:દેશમાં જ્યારે કોરોના વાઇરસ ના સંક્રમણે જોર પકડ્યું છે, અને કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે સરકારશ્રી દ્વારા લોકડાઉન અમલી બનાવાયું છે. આવી કપરી સ્થિતિ માં કોરોના ના યોધ્ધા ડોકટર્સ, આરોગ્ય તંત્ર અને પોલીસ કર્મીઓએ અવિરત સેવા પૂરી પાડી આપણ સૌને ઋણી કર્યા છે. હાલ ની પરિસ્થિતિ ને જોતા જિલ્લા માં  કુપોષણને નિવારવા અને પોષણ ની સેવાઓ પૂરી પાડવા રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગના આંગણવાડી કાર્યકર બહેનો એ બીડુ ઝડપ્યું છે, આગણવાડી કાર્યકરો તેમની ઉમદા કામગીરી ફરજ તરીકે બજાવી ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. ઈ.ચા. પ્રોગ્રામ ઓફિસર શ્રી જિજ્ઞાસાબેન એ.ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ આંગણવાડી બંધ છે, તેવા સંજોગોમાં કોઇ લાભાર્થી પોષણ ના લાભ થી વંચિત ન રહિ જાય તે માટે આંગણવાડી કાર્યકરો દ્વારા  ક્ષેત્રીય કામગીરી કરી સરકાર દ્રારા અપતા ન્યુટ્રીશન પેકેટ લાભાર્થીને  ઘર આંગણે પહોચાડી જીવાદોરી બની માતા યશોદાની ભૂમિકા અદા કરી રહયા છે. બાળકો માટે બાલ શક્તિ,  સગર્ભા અને ધાત્રી માતા માટે માતૃ શક્તિ અને કિશોરીઓ માટે પૂર્ણા શક્તિ ના પેકેટ નું વિતરણ જીલ્લા ના તમામ આઇસીડીએસ નાં લાભાર્થીઓને કરવામાં આવ્યું છે. સમગ્ર ડાંગ જીલ્લા ના કુલ ૩૧૩૪૯ બાળકો , ૮૧૭૨ કિશોરીઓ અને ૫૮૫૬ સગર્ભા અને ધાત્રી માતા ને આ ન્યુટ્રીશન પેકેટોનો લાભ એપ્રિલ મહિના દરમ્યાન આપવામાં આવ્યો હતો. હાલમાં જ ચાલી રહેલ કોરોના વાઇરસ પ્રત્યે સાવધાની રાખવાની બાબતે જિલ્લા ના  આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાની ફરજની સાથે સાથે તકેદારી રાખવાનો સંદેશો પણ આપે છે. આ બહેનો  સંક્રમણ નો ભોગ ન બને તેની સાવચેતી ના પગલે જિલ્લાની આરોગ્ય શાખા દ્રારા તમામ બહેનો ને માસ્ક અને આઇસીડીએસ શાખા દ્રારા સેનેટાઇઝર પૂરા પાડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application