તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપલા કાળાઘોડા પાસેના મુખ્ય ગાર્ડનની સામે આવેલ રાજપથ ગેસ્ટ હાઉસ અને રાજ કોમ્લેક્સ ઉપર હાલ બાંધકામ ચાલી રહ્યું છે જે કોમ્પ્લેક્સ અને ગેસ્ટ હાઉસમાં અવરજવર કરવા માટે લોકોને તકલીફ પડી રહી છે આ બાંધકામ અંગેની પાલિકાની કોઈ મંજૂરી નથી જે અંગે ની જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા ને નુરમહંમ્મદ મન્સુરીએ લેખિત માં રજૂઆત કરી હતી જે બાબતે કલેકટરે રાજપીપલા નગર પાલિકાને તપાસનો આદેશ આપતા પાલિકા તંત્ર દોડતું થયું હતું અને રાજપીપલા મુખ્ય આધિકારી એ તપાસ કરતા આ બાંધકામ ને બિનઅધિકૃત અને બીજા ના હક્ક, હિતને નુકશાન થાય તેમ હોય તાત્કાલિક બંધ કરવાની નોટિસ બાંધકામ કરનાર ને આપી છે આ બાબતે રાજપથ કોમ્લેક્સ ના મલિક નુરમહમંદે જણાવ્યું હતું કે રાજપીપલા ગાર્ડન બહાર આવેલ સીટ નંબર 29 સર્વે નંબર 3 પૈકી વાળી જમીન પર ઉપર ધાબા પર બાંધકામ કરે છે જે ઘણું અડચણ રૂપ છે અને પરવાનગી પણ નથી તો આ બાબતે રજૂઆત કરી આ સાથે આવા બે બાંધકામ પણ રાજપીપળામાં બિનઅધિકૃત રીતે ચાલતા હોય જેની સામે પણ પગલાં ભરવા જોઈએ હાલ કલેકટરને રજુઆત કરતા કામ અટક્યું છે પણ આવા લોકો સામે કાયદેસર ના પગલાં ભરવા જોઈએ ની વાત કરી આક્ષેપો કર્યા હતા.
high light- tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો.......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application