Tapi mitra News-કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના ભાગરૂપે જિલ્લામાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નવસારી રેલ્વે જંકશન ખાતેથી સાંજે ૧૭-૦૦ કલાકે ૧૨૪૮ જેટલા પરપ્રાંતિય મજુરો અને તેમના પરિવારને ઉત્તરપ્રદેશના લખનૌ ખાતે વતનમાં પરત ફરવા માટે ટ્રેનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. નવસારીના શ્રમિકોને વતન જવા માટે તંત્ર દ્વારા આજરોજ નવસારીથી ઉત્તરપ્રદેશ માટે ત્રીજી ટ્રેન મોકલવામાં આવી રહી છે. હાલ સુધીમાં નવસારીથી કુલ ૩ શ્રમિક ટ્રેન રવાના થઇ ચૂકી છે. જેમાં ત્રણેય ટ્રેન ઉત્તરપ્રદેશ માટેની હતી. ટ્રેનમાં મુસાફરી કરનાર તમામ શ્રમિકો અને તેના પરિવારજનો વચ્ચે સોશ્યિલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક કોચમાં સોશ્યિલ ડિસ્ટન્સીંગને ધ્યાને રાખીને શ્રમીકોને સમાવવામાં આવ્યા હતા. નવસારીથી મુસાફરી કરનાર તમામ શ્રમિકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ તેમજ બાળકો માટે ચોકલેટ, બિસ્કીટ ફુડપેકેટ આપવામાં આવ્યા હતા.
High light-વધુ ૧૨૩૦ લોકો પ્રયાગરાજ જવા રવાના
Tapi mitra News-જિલ્લા કલેકટરશ્રી આર્દ્રા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ વધુ શ્રમિક વિશેષ ટ્રેનના માધ્યમ દ્વારા નવસારી જિલ્લામાં ઉત્તર પ્રદેશના મૂળ નિવાસી ૧૨૩૦ જેટલા પ્રવાસીઓને મોકલવાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી. શ્રમિક વિશેષ ટ્રેનના માધ્યમ થી વતન તરફ પ્રયાણ કરનારા શ્રમિકોના ચહેરા પર સ્મિત હતું અને લોકડાઉન પુરૂ થતાં નવસારીમાં પાછા વ્યવસાય કરવા આવવાની મક્કમતા હતી.આ ટ્રેન ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માટે નિર્ધારિત કરવામાં આવી હતી.જિલ્લા વહીવટી તંત્રે પ્રવાસીઓને ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application