ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજયમાં મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તાપી જિલ્લા સહિત તમામ જિલ્લાઓમાં તા.01/04/2023ના રોજ કે તે પહેલાં 18 વર્ષ પૂર્ણ થયેલ મતદારયાદીમાં નોંધાવાને પાત્ર પણ વણનોંધાયેલ વ્યક્તિઓ તા.23/04/2023 સુધીમાં તેમનું નામ ફોર્મ 6 ભરી નોંધાવી શકે છે. આ ઉપરાંત તા.16/04/2023 અને તા.23/04/2023ના બે રવિવારનાં દિવસોએ મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફીસર સવારના 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહી વિવિધ ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. ગત તા.16/04/2023 રવિવારના રોજ ખાસ ઝુંબેશના ભાગરૂપે મળેલ અરજીઓમાં તાપી જિલ્લામાં કુલ-૨૬૩૩ અરજીઓ મળી હતી. જેમાં ફોર્મ ૬ હેઠળ કુલ-૧૦૬૯ અરજીઓ, ફોર્મ ૬(ખ) હેઠળ ૩૧૦ અરજીઓ, ફોર્મ ૭ હેઠળ ૩૮૮ અરજીઓ, ફોર્મ ૮ હેઠળ ૮૬૬ મળી સમગ્ર તાપી જિલ્લામાં કુલ- ૨૬૩૩ અરજીઓ મળી છે.
આ ખાસ ઝુંબેશમાં નાગરિકોને અસુવિધા ન થાય તે માટે ૬૦૫ બીએલઓ, ૬૪ સુપરવાઇઝર અને અન્ય ૫૦ જેટલા અધિકારી-કર્મચારીઓ મળી સરાહનિય કામગીરી કરી રહ્યા છે. એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, તાપી દ્વારા જણાવાયું છે. અત્રે નોંધનિય છે કે, આગામી તા.23/04/2023 રવિવારના દિવસે મતદાન મથકો ખાતે બૂથ લેવલ ઓફીસર સવારના 10:00થી સાંજના 5:00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. મતદારયાદીના આ નોંધણી/કમી/સુધારા-વધારા અંગેના ફોર્મ્સ સ્થાનિક બૂથ લેવલ ઓફીસર પાસેથી, મામલતદાર કચેરી તથા કલેકટર કચેરી ખાતેથી મેળવી તથા રજૂ કરી શકે છે અથવા તો https://nvsp.in/ કે "વોટર હેલ્પલાઈન" એપ દ્વારા ઓનલાઈન ભરી શકે છે તથા તેમની અરજીનું સ્ટેટ્સ જાણી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500