Tapi mitar News-કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૦૬/૦૫/૨૦૨૦ના રોજ ૬૮ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૨૦, જલાલપોર-૧૮, ગણદેવી- ૦૫, ચીખલી-૧૨, ખેરગામ-૦૫ વાંસદા-૦૭ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૧૫૪૩ સેમ્પલ પૈકી ૧૪૫૮ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૭૮ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ચોથા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૬,૩૭,૩૭૮ વસ્તીને આવરી લેવામાં આવી છે. જિલ્લામાં જાહેરમાં થુંકનાર વ્યકિત પાસે દંડ વસુલ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૧૮૫ કેસ કરીને રૂપિયા ૭૯,૪૦૦ વસુલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ-૦૭ પોઝીટીવ નોધાયા હતાં. જેમાથી ૦૪ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતાં તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application