ભરૂચ જિલ્લામાં અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક તરીકે પસંદગી પામેલા ર૬ ઉમેદવારોને કલેકટર કચેરીના વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા, શાળા સંચાલક મંડળના પ્રમુખ દિનેશભાઇ પંડયા સહિત અન્ય મહાનુભાવોના હસ્તે નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ પસંદગી પામેલ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા શિક્ષણાઘિકારી મહેતાએ ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ વેળાએ ઉમેદવારોમાં અદભૂત ઉત્સાહ દેખાતો હતો તા.૭મી જૂનથી શાળાઓમાં તેઓ હાજર થશે.
સમગ્ર રાજયમાંના ઉમેદવારોને આર્શિવચન આપવા માટે રાજયના મુખ્યમંત્ર વિજયભાઇ રૂપાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને આર્શિવચન પાઠવ્યા હતા અને રાજયના ૨૯૩૮ પસંદગી પામેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application