મુંબઈમાં ૨૬/૧૧ના હુમલાને ૧૫ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.મુંબઈમાં આતંકી હુમલાઓ કરવા આતંકવાદી અજમલ કસાબ અને તેના સાથીદારો પાકિસ્તાનથી બોટમાં મુંબઈના સમુદ્ર કિનારે આવ્યા હતા. મુંબઈમાં આવા આતંકવાદી હુમલાઓ રોકવા મુંબઈ પોલીસ દ્વારા શહેરના દરેક વિસ્તારોમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ બધી સુરક્ષાઓ વચ્ચે એવું જાણવા મળ્યું છે કે મુંબઈ પોલીસ પાસે ૧૧૪ કિમી સુધી ફેલાયેલા દરિયા કિનારાની રક્ષા કરવા માટે પૂરતી બોટ ન હોવાની વાત સામે આવી છે. મૂંબઈમાં ૨૦૦૮ ના હુમલા બાદ પોલીસ દળમાં ૨૩ સુરક્ષા બોટનો સમાવેશ કરવામાં આવ્યો હતો પણ આ ૨૩ બોટમાથી માત્ર આઠ બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ મામલે એક પોલીસે સૂત્રએ જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસન દ્વારા વધુ બોટને સેવામાં સામેલ કરવા અંગે સરકાર પાસે માગણી કરવામાં આવી છે પણ હજી સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. સાથેજ આ અરજીમાં જૂની બોટોને અપગ્રેડ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી છે.મુંબઈની સુરક્ષામાં વધારો કરવા પ્રશાસન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જેમાં જરૂરી યંત્ર, વાહનો, બોટ વગેરે ખરીદવામાં આવે છે. જેમાં ૨૩ બોટ, ચાર સિલેગ બોટ અને ૧૯ ઍમ્ફિબિયસ વાહનોનો પોલીસ દળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. પણ આ તમામ વસ્તુઓ નકામી બની ગઈ છે.
મુંબઈ પોલીસ દળમાં સેવા પૂરી પાડતી ૨૩માથી માત્ર આઠ બોટની ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાંથી બે બોટનું સમારકામ ચાલી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે બાકીની ૧૩ બોટમાં જૂનું અને સસ્તા ક્વાલિટીનું એન્જિન બેસાડવામાં આવ્યું છે તેનો ઉપયોગ ન થતાં તે દરેક બોટો બંધ પડી ગઈ છે. પોલીસ દ્વારા અનેક વખત આ મામલે સરકારનું ધ્યાન દોરતા આ બાબતે કોઈપણ પ્રયાસ કરવાં આવ્યા નથી તેથી માત્ર આઠ બોટ સાથે મુંબઈના વિરાટ સમુદ્રની રક્ષા કરવીએ મુંબઈ પોલીસ દળ માટે પડકારજનક બન્યું છે.
મુંબઈ પોલીસ દળમાં પાણી સાથે જમીન પર પણ ચાલતી સિલેગ બોટને ૨૦૦૯માં સેવામાં સામેલ કરવામાં આવી હતી. આ બોટ ન્યુ ઝીલેન્ડની કંપની દ્વારા બનાવવામાં આવી હતી. આ સિલેગ બોટના પાર્ટસ ન મળતા તેને ૨૦૧૬માં ભંગાર જાહેર કરી સેવામાથી બાદ કરવામાં આવી હતી.
મુંબઈ: ૨૬મી નવેમ્બર, ૨૦૦૮ના આતંકવાદી હુમલાએ મુંબઈ જ નહીં, દુનિયા આખીને હચમચાવી નાખી હતી, ત્યારે એ દિવસો નજીકમાં છે ત્યારે મુંબઈ રેલવે પોલીસ સતર્ક બન્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક સંવેદનશીલ સ્ટેશન વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવાની સાથે સીસીટીવી કેમેરા સાથે બારિકાઈપૂર્વક દરેક લોકોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.૨૬મી નવેમ્બરની તારીખ નજીક આવતા દર વર્ષે પોલીસ અને પ્રશાસન એલર્ટ થઈ જાય છે અને મુંબઈના મુખ્ય વિસ્તારોની સુરક્ષામાં વધારો કરે છે. કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીથી લઈને મુંબઈમાં હુમલાઓ થવાની મળી રહેલી ધમકીના અહેવાલો વચ્ચે મુંબઈ રેલવે પોલીસે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, એમ પોલીસઅધિકારીએ જણાવ્યું હતું.૨૦૦૮ ૨૬/૧૧ના પાકિસ્તાનની આતંકવાદીઓએ મુંબઈના અનેક વિસ્તારોમાં ગોળીબાર કર્યો હતો. આવા હુમલાઓને રોકવા મુંબઈ પોલીસ દ્વારા પશ્ચિમ અને મધ્ય રેલવેના દરેક સ્ટેશન પર વિશેષ પોલીસદળોને તહેનાત કરવાની સાથે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને પોલીસ ટુકડીઓની સાથે ડોગ સ્ક્વોડ મારફત તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
ઉપરાંત, મુંબઈના તમામ રેલવે સ્ટેશનો અને ભીડવાળા વિસ્તારોમાં આરપીએફ અને કમાન્ડોને દરેક શંકાસ્પદ વ્યક્તિ અને હિલચાલ પર નજર રાખવા માટે સિવિલ ડ્રેસમાં પણ લોકોને તહેનાત કરવામાં આવ્યા છે. દરેક સ્ટેશન પર પ્રવાસીઓની સાથે તેમના સમાનની પણ તપાસ કરવામાં આવી રહી છે, એમ આરપીએફના અધિકારીએ જણાવ્યું હતું.મુંબઈમાં ૨૬/૧૧ના આતંકવાદી હુમલો દરેક મુંબઈવાસીઓના મનમાં એક ડર બેસાડી ગયો છે. આ વર્ષે ૨૬/૧૧ના આતંકવાદી હુમલાને ૧૫ વર્ષ પૂરા થશે. વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાનના આતંકવાદી અજમલ કસાબ અને અન્ય આતંકવાદીએ કરેલા આ હુમલામાં ૧૬૦થી વધુ લોકોના મોત થતાં હતા અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આતંકવાદી હુમલા વખતે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર થયેલા ગોળીબારમાં ૫૨ લોકોના મોત થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application